Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

ભાવનગરમાં કોરોનાથી એક દર્દીનું મોત : નવા 33 પોઝીટીવ કેસ : કુલ કેસનો આંકડો 4024 થયો

ફોટો ભાવનગર : ભાવનાગરમાં કોરોના યથાવત છે આજે વધુ એક દર્દીઓનું કોરોનાથી મૃત્યુ થયું છે આજે નવા 33 પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં ભાવનગર શહેરમાં 17 પોઝિટિવ કેસ સાથે એક મોત થયું છે જયારે ગ્રામ્યમાં નવા 16 કેસ પોઝિટિવ નોંધાયા છે આ સાથે કુલ કેસની સંખ્યા 4024 થઇ છે જયારે અત્યાર સુધીમાં કુલ 65 લોકોના મોત થયા છે મોત:65

(8:16 pm IST)
  • રામોજી ગ્રુપના અધ્યક્ષ રામોજી રાવે એસપી બાલાસુબ્રમણ્યમના નિધન પર શોક વ્યક્ત કર્યો: રામોજી રાવે કહ્યું, 'હું નિરાશ છું કે બાલાસુબ્રમણ્યમ હવે નથી. તે મારા નિકટના મિત્ર હતા. એક પ્રખ્યાત ગાયક જ નહીં, તે મારા ભાઈ જેવા હતા. તે મને પ્રેમથી ગળે લગાવતા હતા access_time 1:05 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ :એક્ટીવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 88,691 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,90,513 થઇ : 9,56,491 એક્ટીવ કેસ : વધુ 92,312 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 49,38,641 રિકવર થયા : વધુ 1123 લોકોના મોત સાથે મૃત્યુઆંક 94,533 થયો access_time 1:03 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અશ્લીલ ગીત ગાઈ રહેલા બતાવતો " ફેક " વિડિઓ વાઇરલ : 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટી વિજેતા થતા અશ્લીલ ગીત ગાતા બતાવ્યા : દિલ્હી કોર્ટમાં દાવો દાખલ : મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે પશ્ચિમ વિહાર પોલીસને એફ.આઈ .આર.દાખલ કરી રિપોર્ટ આપવાનો આદેશ કર્યો access_time 7:45 pm IST