Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશન ચૂંટણીમાં નવાનગર બેંકનો વિજય

જામનગરની જ બે બેંકો હરીફાઇમાં હતી

જામનગર, તા.૨૬: સમગ્ર ગુજરાત રાજયમાં ૨૨૫ જેટલી શહેરી સહકારી બેંકો કાર્યરત છે. ગુજરાત અર્બન કો-ઓપ.પ બેંકસ ફેડરેશન આ તમામ સહકારી બેંકોનું સંગઠન છે. આ ફેડરેશનની બોર્ડ ઓફ ડાયરેકટર્સની વરણી અલગ અલગ બેંકોના ડાયરેકટરોમાંથી ચૂંટણી દ્વારા થતી હોય છે. તાજેતરમાં આ ફેડરેશનનાં બોર્ડની આગામી પાંચ વર્ષ(૨૦ર૧-૨૦૨૫) માટે ચૂંટણી જાહેર થયેલ. આ ચૂંટણીમાં જે જિલ્લામાં પાંચ સહકારી બેંકો આવેલ હોય તે જિલ્લામાંથી એક ડાયરેકટરની જગ્યા નકકી કરવામાં આવેલ છે. જામનગર જિલ્લામાં ચાર સહકારી બેંકો હોય, તેની સાથે વલસાડ (ત્રણ બેંકો) તથા સુરેન્દ્રનગર (બે બેંકો) એક બંને જિલ્લા સાથે સંયુકત નવ બેંકોમાંથી એક ડાયરેકટરની જગ્યા માટે ચૂંટણી હતી.

જામનગરની પરંપરા મુજબ આ ટર્મમાં નવાનગર બેંકનો ટર્ન(વારો) હોય નવાનગર બેંકનાં બોર્ડ ઓફ ડિરેકટર્સ પોતાનાં બોર્ડ મેમ્બર અને ભારતીય જનતા પાર્ટીનાં શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચાને ઉમેદવાર તરીકે જાહેર કરેલા.

આ ચૂંટણીમાં મતદાર તરીકે દરેક બેંક હોય ફેડરેશન તરફથી દરેક બેંકને મતદાન માટે બેલેટ સીલબંધ ટપાલ મારફત મોકલી આપવામાં આવેલ. જે દરેક બેંક મતદાન કરીને ટપાલ મારફત તા. ૧૭/૦૯/૨૦ થી તા. ૨૪/૦૯/૨૦ સુધીમાં ફેડરેશનને મોકલી આપવાનાં હતાં.

શુક્રવારનાં રોજ અમદાવાદ સ્થિત ફેડરેશનની ઓફિસ પર આ થયેલ મતદાનની મત ગણત્રી યોજાયેલ હતી. જેમાં જામનગરની ધી નવાનગર કો-ઓપ. બેંક લી. નાં ડાયરેકટર અને શહેર ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા કુલ ૯(નવ) મતમાંથી ૮(આઠ) મત મેળવી વિજેતા થયેલ છે. જયારે તેમના હરીફ મહિલા બેંકનાં શેતલબેન શેઠને ૧(એક) મત મળેલ છે.

હસમુખ હિંડોચાનો ભવ્ય વિજય થતાં ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી આર. સી. ફળદું, રાજય કક્ષાનાં મંત્રી હકુભા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ સહિતના પાર્ટીનાં આગેવાનોએ તેમજ નવાનગર બેંકના મેનેજીંગ ડાયરેકટર આર.કે. શાહ, ચેરમેન કિરણભાઈ માધવાણી, વાઈસ ચેરમેન નાથાભાઈ મુંગરા જો. મેનેજીંગ ડાયરેકટર શ્રી હિતેશભાઈ પરમાર સહિત સમગ્ર બોર્ડનાં મેમ્બરોએ હસમુખ હિંડોચાને અભિનંદન પાઠવી સફળ કામગીરી માટે શુભ કામનાઓ પાઠવેલ. અત્રે એ નોંધનિય છે કે, ફેડરેશનનાં વિસર્જીત બોર્ડમાં મહિલા બેંકના ઉર્મિલાબેન મહેતાં બોર્ડ મેમ્બર હતાં.

(1:14 pm IST)
  • " સપનોકા સૌદાગર " : કોંગ્રેસ આગેવાન દિગ્વિજય સિંહે શ્રી નરેન્દ્ર મોદીને આપી ઉપમા : લોકોનું ધ્યાન ડાઇવર્ટ કરવા બધું અગાઉથી નક્કી જ હોય છે : કોરોનાનો કહેર વધ્યો તો સુશાંત સુશાંત : ચીને જવાનોને માર્યા તો રિયા રિયા : જીડીપી 23 ટકા તો કંગના કંગના : કિસાનો સડક ઉપર તો દીપિકા દીપિકા : એટલે જ તો " સપનોકા સૌદાગર " access_time 12:20 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે આજે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધુ :કુલ કેસનો આંક 59 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 85,465 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,01.571 થઇ : 9,61,159 એક્ટીવ કેસ : વધુ 93,166 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 48,46,168 રિકવર થયા : વધુ 1093 લોકોના મોત સાથે મૃત્યુઆંક 93,410 થયો access_time 12:51 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અશ્લીલ ગીત ગાઈ રહેલા બતાવતો " ફેક " વિડિઓ વાઇરલ : 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટી વિજેતા થતા અશ્લીલ ગીત ગાતા બતાવ્યા : દિલ્હી કોર્ટમાં દાવો દાખલ : મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે પશ્ચિમ વિહાર પોલીસને એફ.આઈ .આર.દાખલ કરી રિપોર્ટ આપવાનો આદેશ કર્યો access_time 7:45 pm IST