Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

ગોંડલમાં નશામાં ચકચુર થઇ કાર લઇ નીકળેલ અનીશની ધરપકડ

વિંછીયામાં પુર ઝડપે કાર ચલાવનાર ચાલકની ધરપકડ

રાજકોટ તા. ર૬ : ગોંડલ ગુંદાળા ચોકડી પાસે નશામાં ચકચુર થઇ અલ્ટ્રો કાર નં. જી.જે.૦૩ ઇ એલ ૩૪૦ર લઇ નીકળેલ અનીશ સીરાજભાઇ ગીલાણી રે. અક્ષરધામ સોસાયટી ગોંડલને હેડ કો. અરભમભાઇ ઓડેદરાએ પકડી પાડી કાર કબ્જે કરી ગુન્હો દાખલ કરી ઘોરણસરની કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં વિંછીયામાં જસદણ રોડ ઉપર આંબલી ચોકી પાસે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે પુરઝડપે કાર ચલાવી નીકળેલ અલ્ટ્રો કાર નં. જી.જે.૧૩ એએમ ૦પ૮૩ ના ચાલાક આલા લખમણભાઇ ગમારા રે. નાગડકા તા.સાયલાને વિંછીયાના પો.કો. સુરેશભાઇ મીઠાપરાએ પકડી પાડી ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(1:04 pm IST)