Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

વઢવાણ યાર્ડ પાસે ૩૧ પશુ ભરેલ ટ્રકને ઝડપી લેવાયો

વિરમગામથી જુનાગઢ કતલખાને જતો'તો જીવદયા પ્રેમીઓને ર૪ કિ.મી. સુધી પીછો કર્યો

વઢવાણ, તા. ર૬ : વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ માર્કેટિંગ પસાર થઇ રહેલ પશુઓ ભરેલ હોવાની આશંકા સાથે જીવદયા પ્રેમીઓ દ્વારા તાત્કાલિક પણે આ ટ્રક ઊભો રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવતા ટ્રકના પાછળના ભાગે ૩૧ પશુઓ હોવાનું ખુલતા ચકચાર મચી જવા પામ્યો હતો ત્યારે આ જીવદયા પ્રેમીઓમાં પણ એક પ્રકારે કતલખાને જતા પશુ ઓનુ સપ્લાયર થતા રોષ વ્યાપી જવા પામ્યો હતો.

વિરમગામ થી ઉપડેલ આ ટ્રક ૩૧ પશુઓ સાથે જુનાગઢ ધોરાજી તરફ જતો હોવાનું ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન જીવદયા પ્રેમીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે આ ટ્રક નંબર જીજે ૩ વી ૮૨૧૦ ની જીવદયા પ્રેમીઓ દ્વારા તલાસી લેવામાં આવતા વઢવાણ માર્કેટિંગ યાર્ડ પાસે આ ટ્રકમાંથી ૩૧ પશુઓને કતલખાને લઈ જતા હોવાનો દ્યટસ્ફોટ થવા પામ્યો હતો.

 જીવદયા પ્રેમીઓ દ્વારા આ ટ્રકને ૩૧ પશુઓ સાથે અને ડ્રાઇવર સાથે બી ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો તેને તાત્કાલિક ધોરણે આ પશુઓને છોડાવી લઇ ને વઢવાણ મહાજન પાંજરાપોળ ખાતે મુકવામાં આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા આ ટ્રક ચાલકની વધુ પુછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે આ ૩૧ પશુઓ વિરમગામ થી ભરી જુનાગઢ ધોરાજી તરફ કતલખાને ઉતારવા જઈ રહ્યા હતા ઉલ્લેખનીય છે કે જીવ દયા પ્રેમીઓ દ્વારા કતલખાને જતા ૩૧ પશુઓને આજે બચાવી લેવામાં આવ્યા છે અને વઢવાણ મહાજન પાંજરાપોળ ખાતે સુરક્ષિત રીતે મુકવામાં આવ્યા છે.૩૧ પશુઓ જેની આશરે કિંમત પોલીસ દ્વારા ૧૮૦૦૦૦ આંકવામાં આવી છે સહિત એક ટ્રક અને ડ્રાઇવરને ઝડપી પાડી જીવદયા પ્રેમીઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો ત્યારે આ કતલખાને જતા પશુઓને બચાવવા માટે જીવદયા પ્રેમીઓ દ્વારા ૨૪ કિલો મીટર સુધીનો ટ્રક પાછળ પીછો કર્યો હતો. અને અન્ય વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે થી આ ટ્રકને જીવદયા પ્રેમીઓ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.

ત્યારે આ જીવદયા પ્રેમીઓમાં પરેશ ભાઈ શાહ રદ્યુભાઈ ભરવાડ વિજય ભાઈ વનાભાઈ દ્વારા પાકી બાતમી ના આધારે આ ટ્રકને ઝડપી લેવામાં આવ્યો હતો અને પોલીસને હાલમાં સોંપવામાં આવ્યો છે અને પોલીસે પણ હાલમાં વધુ ગુનો નોંધી આરોપીની પૂછપરછ હાથ ધરી અને આ કતલખાનાનો વિશાળ નેટવર્ક હોવાની હાલમાં પોલીસ દ્વારા પણ આશંકા વ્યકત કરવામાં આવી રહી છે અને ડ્રાઇવર પાસેથી આ સમગ્ર વિગત બહાર આવશે.

જીવદયા પ્રેમીઓ દ્વારા ૩૧ પશુઓને છોડાવીને તાત્કાલિકપણે પાણી અને દ્યાસચારાની વ્યવસ્થા પોલીસ સ્ટેશનમાં જ કરી આપવામાં આવી હતી અને વઢવાણમાં આવેલ મહાજન પાંજરાપોળ ને ફોન કરીને આ ૩૧ પશુ ને વઢવાણ મહાજન માં મુકવા માટે ભલામણ કરવામાં આવી છે.

(1:02 pm IST)