Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

મરનાર ફૈજલના લગ્ન હજુ ૧૬મી ઓગષ્ટના જ થયેલાઃ અરેરાટી

ચોટીલા હત્યા પ્રકરણમાં બે આરોપી હજુ ફરાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,  તા.૨૬: ચોટીલા ખાતે ગઇકાલે એક જ કોમના બે જૂથો વચ્ચે અથડામણ થયેલા તેદ્યટનામાં ફૈઝલ નામના યુવાનની કરપીણ હત્યા કરવામાં આવેલ હતી અને માતાને દ્યાયલ અવસ્થામાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ હત્યાના આરોપીઓ ચોટીલા પોલીસ મથકે હાજર થતા જ ચર્ચા ચાલી રહી છે આ હત્યા પ્રકરણમાં મહિલા પ્રકરણ હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે ત્યારે મુતક ફેજલ ના લગ્ન હજુ ૧૬ ઓગસ્ટના રોજ થયેલા છે  તેના પત્ની પિયરમાં હતા અને એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે બોલાચાલીમાં કરપીણ હત્યા થઈ ગઈ છે પાડોશીની પત્ની સાથે  સંબંધ રાખનારનો જીવનનો કરૂણ અંજામ આવ્યો હતો ત્યારે આ અંગે આ સંબંધોને લઇને બે દિવસ પહેલા બોલાચાલી થયેલ હતી ત્યારે ૨૪ વર્ષના ફેજલ કલાડિયા તેની સામે રહેતા સાજીદ કલાડિયાની  સાથે આ મુદ્દે ગઇકાલે પણ ઘર્ષણ થતાં આ દ્યર્ષણમાં સાજીદ ઉર્ફે સજુ સુલતાન કલાડિયા સારુખ સુલતાન ભાઈ કલાડિયા અન્ય બે શખ્સો મળી અને ચાર શખ્સોએ વહેલી સવારના તે પોતાના ઘરે ટીમ ઢાળી દીધું હાલમાં બે આરોપીઓ ઝડપાઈ ગયા છે જયારે બેની હાલમાં તપાસ ચાલુ છે ત્યારે સ્ત્રી પાત્ર હત્યાનું કારણ બન્યું હોવાનું હાલમાં પોલીસ સૂત્રો જણાવી રહી છે.

ચોટીલામાં ધૂલકા ફુલ

ફરીયાદી ભુપતગીરી હંસગીરી ગોસાઈ બાવાજી ઉ.વ.૭૧ ધંધો નિવૃત કર્મચારીના  ફરીયાદ નોંધાવેલ છે કે, તા.૨૩/૦૯/૨૦૨૦ સવારના સાતેક વાગ્યાના અરસામાં ચોટીલા થાન રોડ સુખનાથ મહાદેવ મંદિર પાસે  કોઈ અજાણી સ્ત્રીએ મંદિરની દીવાલ પાસે આવેલ વડની નીચે તાજા જન્મેલા બાળકને મૃત હાલતમાં મુકી તરછોડી દઇ ગુન્હો કર્યા બાબત  આ  તપાસ એ.એસ.આઇ. એચ.એમ.ઓડેદરા કરે છે.

(1:02 pm IST)