Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

નવલખી પોર્ટ ઉપરથી થતુ ઓવરલોડ કાર્ગો પરીવહન બંધ કરો ગાંધી જયંતિના દિવસે પોર્ટ ખાતે પ્રતિક ઉપવાસની ચીમકી

(રજાક બુખારી દ્વારા) માળીયામિંયાણા, તા. ૨૬: મોરબી જિલ્લાના નવલખી પોર્ટ ઉપરથી થતુ ઓવરલોડ કાર્ગો પરીવહન બંધ કરાવવા આરટીઆઈ એકટીવિસ્ટની રજુઆત અન્યથા ગાંધી જયંતિના દિવસે પોર્ટ ખાતે પ્રતિક ઉપવાસની ચીમકી આપી છે.

મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદર ખાતેથી થતા ઓવરલોડ કાર્ગો પરીવહન બંધ કરાવવા અંગે આરટીઆઈ એકટીવિસ્ટ હરેશ.જે.બાલાસરા દ્વારા અધિકારીને રજુઆત કરાઈ છે સુપ્રિમ કોર્ટના આદેશને ઘોળીને પી જતા ઓવરલોડ કોલ કાર્ગો પરીવહન થઈ રહ્યું છે જે મોરબી નવલખી રોડ પર લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ઓવરલોડ પરીવહન બાબતે લેખીતમાં જાણ કરવા ઉપરાંત આ અંગે મોરબી માળીયા પુર્વ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા કલેકટર કચેરીની સંકલન મીટીંગમાં પણ ઓવરલોડ કાર્ગો પરીવહનનો મુદો ઉઠાવ્યો હતો મોરબી તાલુકાના સરપંચોએ પણ રેલી કાઢી રજુઆત કરેલ પરંતુ રજુઆતોને ઘોળીને પી જતા હોવાથી નવલખી પોર્ટ ઉપરથી ઓવરલોડ કાર્ગો પરિવહનના વિરોધમાં આગામી દિવસોમાં ઓવરલોડ કાર્ગોનું પરિવહન બંધ કરવામાં નહી આવે તો આગામી ગાંધી જયંતિએ નવલખી પોર્ટના ગેઈટ બહાર માળીયાના મોટાદહીંસરા ગામના રહેવાસી અને આર.ટી.આઈ એકટીવિસ્ટ કાર્યકર્તા હરેશકુમાર.જે.બાલાસરા દ્વારા એક દિવસના પ્રતીક ઉપવાસ કરવામાં આવશે આ અંગેની બંદર અધિકારીને જાણ કરી દેવામાં આવી છે.

પોર્ટ અંદરથી સ્ટીવ ડોર પાર્ટી દ્વારા ઓવરલોડ પરીવહન ચાલુ કરી દેવાતા લોકોને હેરાન થવું પડે છે ત્યારે લોકોના હિતને ધ્યાનમાં રાખીને નવલખી પોર્ટ ઉપર તમામ નિયમોની અમલવારી કરાવવામાં આવે અને પોર્ટ ઉપર સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે બંધ થાય તેવી લાગણી તેમણે વ્યકત કરેલ છે તેમજ આ મામલે જે પણ કાયદકીય કાર્યવાહી કે અન્ય દ્યટના દ્યટે તેની તમામ જવાબદારી પોર્ટના જવાબદાર અધિકારીની રહેશે તેવુ આરટીઆઈ એકટીવિસ્ટ બાલાસરાની એક યાદીમાં જણાવાયુ છે.

(1:00 pm IST)