Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

દેવભૂમિ જિલ્લામાં વધુ નવ પોઝીટીવઃ ખંભાળિયામાં ચારઃ સાત ડિસ્ચાર્જ થયા

ખંભાળિયા તા.ર૬: દેવભુમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસનું પ્રમાણ અવિરત રહયુ છે. જેમાં ગઇકાલે ખંભાળિયામાં ચાર, કલ્યાણપુરમાં બે તથા ભાણવડમાં બે નોંધાયા છે. જયારે દ્વારકામાં ત્રણ તથા ખંભાળિયામાંથી ચાર ડિસ્ચાર્જ થયા છે.

નવા નવા કંટેટમેન્ટ ઝોન

દેવભુમિ દ્વારકા જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા ગઇકાલે જાહેરનામું બહાર પાડીને ખંભાળિયામાં ધરારનગર ધરમડી, ચારરસ્તા હરીજનવાસ, ડેરામોટા સ્કુલ પાછળ, રામનાથ સોસાયટી, મોહનભાઇ બશીયાનું ઘર, જુના સિનેમા રોડ, રણજીતપરા, સરકારી પોલીસ કવાર્ટર ભાણવડ, સરકારી પોલીસ કવાર્ટર કલ્યાણપુર સીહતના નવા વિસતારોને કંટેટમેન્ટ ઝોન જાહેર થયા છે.

રેવન્યુ પોલીસ કર્મીમાં ફેલાવો

તલાટી મંત્રી, નાયબ મામલતદાર, પોલીસ ઇન્સ્પેકટર પોલીસ કોન્સ્ટેબલ જમાદાર તથા આરોગ્ય કર્મીઓ પણ કોરોનાની ઝપટમાં આવી તજાં તેમના કવાર્ટરો સુધી કોરોનાનો રોગચાળો વ્યાપક થયો હોય ત્યાં પણ આરોગ્ય દ્વારા ચેકિંગ તથા પગલા શરૂ કરવામાં આવ્યા છે.

(1:00 pm IST)