Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

ચોટીલા પ્રકરણમાં બે આરોપી પોલીસમાં રજૂ : પત્નીની છેડછાડ કરતા થયેલ ઝગડામાં હત્યાની કબૂલાત

ચોટીલા તા. ૨૬ : ગઇકાલે ઘાચીવાડ વિસ્તારમાં ચાર જેટલા શખ્સોએ માતા પુત્ર ઉપર છરી ધારીયા જેવા હથિયારો થી હુમલો કરી પચ્ચીસ વર્ષનાં યુવકની હત્યા નિપજાવી આરોપીઓ થોડા સમયમાંજ પોલીસમાં હાજર થતા ચકચાર મચેલ છે.

શુક્રવારનાં ઘાચીવાડ વિસ્તારમાં સામસામે રહેતા ઘાચી મુસ્લિમ પરિવાર વચ્ચે બઘડાટી બોલેલ હતી.

આ લોહિયાળ ઝગડામાં સાજીદ ઉર્ફે સજુ સુલતાનભાઇ, શાહરૂખ સુલતાનભાઇ સહિત ચાર શખ્સો એ છરી ધારીયા જેવા હથિયારો સાથે ઝૂબીબેન હનિફભાઇ કલાડીયા અને તેમના પુત્ર ફૈઝલ હનિફભાઇ ઉપર હિચકારો હુમલો કરતા ફૈઝલ નું મૃત્યુ નિપજયું હતું તેમજ તેની માતાને ગંભીર ઇજા પહોચતા રાજકોટ ખસેડાયા હતા.

હત્યાનો બનાવ બનતા ચોટીલા પીઆઇ બી. કે. પટેલ પીએસઆઇ એમ.કે.ગોસાઇ તથા સ્ટાફે દોડધામ આદરેલ તે અરસામાં બંન્ને મુખ્ય આરોપી હત્યા બાદ થોડા સમયમાં જ પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થઈ હત્યાનો ગુનો કબુલ લેતા પોલીસે ધરપકડની તજવીજ હાથ ધરેલ હતી.

પકડાયેલ મુખ્ય આરોપી સાજીદે હત્યાનો બનાવ બનવા પાછળ જણાવેલ કે મરનાર ફૈઝલ તેની પત્નીની છેડછાડ કરતો હતો જે બાબતે બોલાચાલી સાથે ઝગડો થતા હત્યા થઈ હતી.

(11:30 am IST)
  • ચીનની હુઆવે રિસર્ચ લેબોરેટરીમાં ભીષણ આગ : લેબોરેટરી બિલ્ડિંગમાંથી નીકળતા ધુમાડાના ગોટાઓ આકાશને આંબ્યાં : અનેક ફાયર બ્રિગેડ આગ બુઝાવવાની કામગીરીમાં : 3 મોત : આગના કારણ અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરાઈ નથી access_time 1:08 pm IST

  • " સપનોકા સૌદાગર " : કોંગ્રેસ આગેવાન દિગ્વિજય સિંહે શ્રી નરેન્દ્ર મોદીને આપી ઉપમા : લોકોનું ધ્યાન ડાઇવર્ટ કરવા બધું અગાઉથી નક્કી જ હોય છે : કોરોનાનો કહેર વધ્યો તો સુશાંત સુશાંત : ચીને જવાનોને માર્યા તો રિયા રિયા : જીડીપી 23 ટકા તો કંગના કંગના : કિસાનો સડક ઉપર તો દીપિકા દીપિકા : એટલે જ તો " સપનોકા સૌદાગર " access_time 12:20 pm IST

  • આતંકવાદ ,હથિયારોની ગેરકાયદે હેરાફેરી ,ડ્રગ્સ ,તથા મની લોન્ડરીંગ સહિતના મુદ્દે ભારત કાયમ અવાજ ઉઠાવશે : માનવતા, માનવ જાતિનું કલ્યાણ ,તથા માનવીય મૂલ્યોની હંમેશા રક્ષા કરીશું : વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક દેશના પ્રાઈમ મિનિસ્ટરના નાતે હું જગતને આશ્વાસન આપવા માંગુ છું કે તમામ લોકોને આ વૈશ્વિક સંકટમાંથી બહાર કાઢવા માટે અમે સદાય તતપર રહીશું : ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝે 150 થી વધુ દેશોમાં જીવન જરૂરી દવાઓ મોકલી છે : અમે" વસુધૈવ કુટુંબક્મ " ની ભાવનામાં માનીએ છીએ : સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ઉધબોધન access_time 7:11 pm IST