Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

ભુજ-મિરઝાપર હાઇ-વે ઉપર ૫ કરોડની જમીન પરથી દબાણો દૂર

ભુજ,તા. ૨૬: છેલ્લા થોડા સમયથી સરકારી જમીન ઉપર બિનઅધિકૃત ગેરકાયદેસર દબાણો દુર કરવા તંત્ર તરફથી સક્રિયતા દાખવતાં જુદી જુદી જગ્યાએ વાણિજય/કોમર્શિયલ હેતુ માટે કરાયેલ ગેરકાયદેસર દબાણ હોવાનું માલુમ પડતાં ઝુંબેશના ભાગરૂપે  ભુજ-મિરઝાપર હાઈવે રોડ પર મોટર ગેરેજ, બોરવેલ, ફેબ્રિકેશન, ઈન્જિીનયરીંગ વર્કસ વિગેરે પ્રકારના દબાણો જિલ્લા કલેકટરશ્રીની સૂચના મુજબ  પાંચ કરોડ રૂપિયાની બજાર કિંમતની અંદાજીત ૫૦૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવેલ છે. ભુજ મદદનીશ કલેકટર મનીષ ગુરવાણીના જણાવ્યા પ્રમાણે શહેરમાં કામગીરી ચાલુ રહેશે અને આ પ્રકારના દબાણ અંગેની પ્રવૃતિઓ કોઇપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહિં.

 જરૂર પડશે તો દબાણકારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવેલ છે. જેથી સ્વેચ્છાએ દબાણ દુર કરી વહીવટી તંત્રને સાથ સહકાર આપવા જણાવાયું છે.

દબાણ હટાવ કામગીરીમાં ભુજ મામલતદાર યુ.એ.સુમરા, ભુજ સર્કલ ઓફિસર હરપાલસિંહ વાઘેલા, ભુજ શહેર પોલીસ વિભાગ, નગરપાલિકા, પી.જી.વી.સી.એલ.ની સંયુકત ટીમથી દબાણ હટાવ કામગીરી પાર પાડવામાં આવી હતી તેવું ભુજ મદદનીશ કલેકટર મનીષ ગુરવાણી દ્વારા જણાવાયું છે.

(11:29 am IST)