Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

ચોટીલામાં પાણી પ્રશ્ને મહિલાઓને ઉડાઉ જવાબ મળતા હોબાળો મચાવ્યો

જિલ્લામાં ૧૬૦ ટકા વરસાદ પડયો તમામ ડેમો ભરાયા છતા : નિયમીત દ્વારા ભરવા છતા તંત્ર સુવિધા આપવામાં નિષ્ફળઃ મહિલાઓનો આક્ષેપ

ચોટીલાના ખુશીનગરમાં ૧૦-૧૦ દિવસથી પાણી ન મળતા રજુઆત માટે જતા મહિલાઓ સામે સુપરવાઇઝરે પિતો ગુમાવતા મચ્યો હોબાળો

વઢવાણ, તા.૨૬: સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ૧૬૦ ટકા કરતા પણ વધુ વરસાદ ખાબકતા પામ્યો છે જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ જળાશયો ડેમો ચેકડેમોમાં તળાવ નદી-નાળાઓ પાણી ભરાઈ જવા પામ્યા છે અને અવાર નવાર જિલ્લામાં વરસાદ પડે ત્યારે ઓવરફ્લો પણ બનવા પામ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ ચોટીલાના ગ્રામ્ય વિસ્તારો અને ઠાંગા વિસ્તાર માં જિલ્લાનો સૌથી વધુ વરસાદ પડયો જેને લઇને ચોટીલાનો ત્રિવેણી ઠાંગા ડેમ ચોમાસાની સિઝન દરમિયાન ચાર વખત ઓવરફ્લો થયેલ હાલમાં પણ ત્રિવેણી ઠાંગા ડેમ વરસાદી પાણીથી છલોછલ ભરેલો છે.

નગરપાલિકાની બેદરકારીના પગલે અને પાણી વિતરણ નો વહીવટ બરાબર ન થતા પણ ચોમાસે ચોટીલાની જનતાને પીવાના પાણીની સમસ્યા સર્જાવાની ભીતિ ઊભી થવા પામી છે.

ચોટીલા ખાતે આવેલ ખુશી નગર વિસ્તારમાં પીવાનું પાણી એક સપ્તાહથી ન મળતાં મહિલાઓએ પાલિકામાં આવીને હોબાળો મચાવ્યો હતો અને પાલિકાના પાણી-પુરવઠા ના સુપરવાઇઝર નો પાલિકામાં જ મહિલાઓ દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો ત્યારે આ વિસ્તારની મહિલાઓએ ચોટીલા નગર પાલિકાના પાણી-પુરવઠા સુપરવાઇઝર નો પાલિકામાં દ્યેરાવ કર્યો હતો અને પાણી પુરવઠાના સુપરવાઇઝરને જણાવ્યું હતું કે અમે તમામ પ્રકારનો વેરો ભરતા હોવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી અને નિયમિત પણે પીવા માટેનું પાણી પણ મળી રહ્યું નથી.

સામે પાણી મુદે પાલીકામાં મહીલાઓએ રજુઆત કરતાં સુપરવાઈઝર પીતો ગુમાવતાં મહીલાઓ સાથે ઉધ્ધતા પુર્વ વર્તન કર્યુ હોય તેવો મહીલાઓએ કર્યો આક્ષેપ પણ કર્યો છે મહિલાઓએ જણાવ્યું હતું કે અમે નગરપાલિકાને રેગ્યુલર રીતે અને નિયમીત પણે વેરો ભરતા હોવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં નગરપાલિકા ઉણી ઉતરી છે. ત્યારે આગામી દિવસોમાં ચોટીલા નગરપાલિકા દ્વારા નિયમિતપણે ચોટીલાના શહેરી વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવે તેવી આ મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી છે જો આગામી સમયમાં આ માંગ પુરી નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ આ મહિલાઓ દ્વારા આપવામાં આવી છે.

(11:28 am IST)