Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

કલ્યાણપુરના મેવાસા ગામે સરકારી ખરાબામાં ગેરકાયદે બોકસાઇડ ખનન કરતાં ત્રણ ઝડપાયા

ટ્રકના ડ્રાઇવર હદુભાઇ લગારીયા, ડ્રાઇવરો બુધ્ધાભાઇ સાખરા અને મંગાભાઇ લુણા, હેમંત ગાધેર સહિત બે ટ્રક તેમજ મુદામાલ સાથે ૩૩ લાખની ખનીજ ચોરી ઝડપાઇ

દેવભૂમિ દ્વારકા : કલ્યાણપુરના મેવાસા ગામના સરકારી ખરાબામાં ગેરકાયદેસર બોકસાઇડ ખનન, સંગ્રહ, પરીવહન કરતા ત્રણ ઇસમોને બે ટ્રકો વાહન સાથે મુદામાલ સહિત કુલ રૂ. ૩૩,૧૦,૦૦૦ ની ખનીજ ચોરી દેવભૂમિ દ્વારકાની એલ. સી. બી. ની ટીમે પકડી પાડી હતી.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સિંહ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા શ્રી સુનિલ જોષી નાઓએ કલ્યાણપુર તાલુક વિસ્તારમાં રાત્રીના અનઅધિકૃત બોકસાઇડ ખનન, સંગ્રહ અને પરીવહન અટકાવવા અને અનઅધિકૃત બોકસાઇડ ચોરીની પ્રવૃતિ કરતા ખનન માફીયાઓને પકડી સખ્ત કાર્યવાહી કરવા સુચના કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ. સી. બી.ના પોલીસ ઇન્સ. શ્રી જે. એમ. ચાવડા નાઓ એલ. સી. બી.ના સ્ટાફના માણસોની ટીમ સાથે કલ્યાણપુર તાલુકા વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન એલ. સી. બી.ના પોલીસ ઇન્સ. શ્રી જે. એમ. ચાવડા તથા હેડ કોન્સ. મસરીભાઇ આહીરને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, મોડી રાત્રીના કલ્યાણપુરના મેવાસા ગામે સરકારી ખરાબામાં ગેરકાયદેસર રીતે જે. સી. બી. વાહન મારફતે હેમતભાઇ ગાધેર ખનન કરી બોકસાઇડનો સંગ્રહ કરી હદુભાઇ દેવાતભાઇ લગારીયાના ટ્રકો નં. જીજે-૧૦-ટીવી-૯૦૮૭ અને જીજે-૧૦-એકસ-૯ર૮ર મારફતે ભાટીયા પરિવહન કરવાની પેરવીમાં છે. આવી હકિકત મળતા એલ. સી. બી. ની બે ટીમો દ્વારા મોડી રાત્રીના સર્ચ ઓપરેશન હાથ ધરી મેવાસા અને રાણ ગામ વચ્ચેથી ટ્રક નં. જીજી-૧૦-ટીવી-૯૦૮૭ માં બોકસાઇડ ભરી ટ્રક ડ્રાઇવર બુધ્ધાભાઇ પરબતભાઇ સાખરા ગઢવી રહે. રાણ ગામ તા. કલ્યાણપુર અને પાયલોટીંગ કરતા ટ્રક માલીક હદુભાઇ દેવાતભાઇ લગારીયા મળી આવતા ટ્રકમાં ભરેલ બોકસાઇડ બાબતે રોયલ્ટી કે આધાર માંગતા નહી.  હોવાનું જણાવેલ જેથી બંને ઇસમોને ટ્રક સાથે બોકસાઇડ જે જગ્યાએથી ભરેલ તે સ્થળે લઇ આવતા મેવાસા ગામે ગાધેર સમાજની પાછળ ઓરીયન્ટ એબ્રેસીવ કંપનીના લીઝ તરફ જવાના કાચા રસ્તે આવેલ સરકારી ખરાબામાં ગેરકાયદેસર બોકસાઇડ ખનન સંગ્રહ કરેલ ત્યાં પહોંચતા અન્ય બીજો ટ્રક ડમ્પર નં. જીજે-૧૦-એકસ-૯ર૮ર અને ડ્રાઇવર મંગાભાઇ ભીખાભાઇ લુણા ગઢવી રહે. રાણ તા.કલ્યાણપુર વાળા ખાણમાંથી ટ્રક ચાલુ કરી નાશવાની કોશીષ કરતા ટ્રક સાથે પકડી પાડેલ.

મેવાસા ગામે સરકારી ખરાબામાં અનઅધિકૃત રીતે ચોરીછુપીથી મોડી રાત્રીના બોકસાઇડનું ખનન સંગ્રહ અને પરીવહન કરેતા જણાતા પોલીસ ઇન્સ. શ્રી જે.એમ.ચાવડા નાઓએ તાત્કાલીક ખાણ ખનીજ વિભાગમાં ટેલીફોનીક જાણ કરી સ્થળ ઉપર બોલાવેલ ખાણ ખનીજ વિભાગની ટીમ પણ પહોંચી ગયેલ અને આ ખાણમાં સર્વે કરતા અંદાજીત ૪૩પ મેટ્રીક ટન ગેરકાયદેસર બોકસાઇડનું ખનન કરેલ જે આશરે કિ.રૂ. ૬,૭૦,૦૦૦ ખનીજ ચોરી થયેલાનું પ્રાથમીક અનુમાન કરેલ છે. બંને ટ્રકોની કિ. રૂ.રપ,૦૦,૦૦૦ તથા એક ટ્રકમાં ગે.કા. બોકસાઇડનો ર૮.પ૦ ટન આશરે કિ. રૂ. ૧,૪૦,૦૦૦ નો મુદામાલ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. ખનીજ વિભાગ અને એલસીબી ટીમો દ્વારા મૂળ સુધીની પહોંચવા તપાસ કાર્યવાહી ચાલુ છે.

બંન્ને ટ્રકના માલીક હદુભાઇ દેવાતભાઇ લગારીયા આહીર (રહે.મેવાસા ગામ તા. કલ્યાણપુર), ટ્રક ડ્રાઇવર બુધ્ધાભાઇ પરબતભાઇ સાખરા ગઢવી (રહે. રાણ ગામ તા. કલ્યાણપુર), ડમ્ફર ટ્રક ડ્રાઇવર મંગાભાઇ ભીખાભાઇ લુણા ગઢવી (રહે. રાણ તા. કલ્યાણપુર),બોકસાઇડ ખનન કરનાર હેમંતભાઇ દેવાણંદભાઇ ગાધેર આહીર (રહે. મેવાસા ગામ તા. કલ્યાણપુર જેસીબીના માલીક તથા જેસીબી ચલાવનાર ડ્રાઇવરને ઝડપી લીધા છે.

આ કાર્યવાહી એલસીબીના પીઆઇ શ્રી જે.એમ.ચાવડા, પીએસઆઇ શ્રી વી.એમ.ઝાલા, એએસઆઇ અરવિંદભાઇ નકુમ,  બીપીનભાઇ જોગલ, અજીતભાઇ બારોટ, સજુભા જાડેજા, વિપુલભાઇ ડાંગર, કેશુરભાઇ ભાટીયા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને નરશીભાઇ સોનગરા, એચસી મસરીભાઇ ભારવાડીયા, ભરતભાઇ ચાવડા, અરજણભાઇ મારૂ, જેસલસિંહ જાડેજા, બોધાભાઇ કેશરીયા, સહદવસિંહ જાડેજા, બલભદ્રસિંહ ગોહીલ, હસમુખભાઇ કટારા, પીસી જીતુભાઇ હુણ, વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

(11:28 am IST)