Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

સોમનાથની ધરતી ઉપરથી વર્ષાઋતુનું 'બાય..બાય..'

નવ વરસ બાદ પ્રભાસની ધરતી ઉપર મેઘરાજાએ હેત વરસાવ્યું- હાલ ધોમધખતો તડકો : ગીર સોમનાથ જીલ્લામાં ચોમાસાની ઋતુમાં અકસ્માતે ૧૮ મોત

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ, તા. ર૬ : ગીર-સોમનાથ-સોમનાથ મહાદેવની ધરતી ઉપરથી ચોમાસાની સીઝન હવે બિસ્તરા-પોટલા સંકેલી ધીમે-ધીમે વિદાય લગભગ લઇ જ લીધી છે.

આ વરસના વરસાદની પેટર્ન એવી હતી કે વીજળીના કડાકા-ભડાકા-સૂસવાટાને બદલે ધીમે ધારે પણ વરસાદે સારો સ્કોર કર્યો.

જીલ્લામાં પડેલ વરસાદ મીલીમીટરમાં ઉના-૧ર૭૧, કોડીનાર-૧પ૦૬, ગીર-ગઢડા-૧૪૧૩, તાલાલા-૧૭૯૧, વેરાવળ-૧૩૪પ, સુત્રાપાડા-૧પ૭૮ વર્ષ ૧૯૭૪થી એટલે કે ૪૭ વરસમાં વેરાવળમાં સૌથી ઓછો વરસાદ ૧૯૮૭માં ૧૬૬ મી.મી. પડયો હતો અને સૌથી વધુ વરસાદ ર૦૦૯માં ૧૮પપ મી.મી. પડયો હતો જે નવ વરસ બાદ આ વરસે ૧૩૪પ મી.મી. પડેલ છે.

જીલ્લાના નાના-મોટા તમામ જનજીવન-સિંચાઇ અને વન્યપ્રાણીની જીવાદોરી સમા તમામ ડેમો ભરપુર-ચીક્કાર છલોછલ ભરાઇ ગયેલ છે.

સમગ્ર વરસાદી સીઝનમાં માછીમાર કરવા જતા, ડેમમાં નહાવા જતા કે વરસાદી પૂરમાં પુલ-ઓળંગતા કે વરસાદી વીજ કરંટથી જેવી વરસાદી બાબતોથી જીલ્લામાં ૧૮ મોત થવા પામેલ છે. તો વરસાદી પાણી ખેતરોમાં ભરાતા કેટલાક ખેતરોમાં પાક નુકશાની પણ થઇ.

ડીઝાસ્ટર જીલ્લા વિભાગના કૃતક ત્રિવેદી તથા ચાવડા, સિંચાઇ-ડેમ વિભાગના અધિકારીઓ એ.પી. કલસરીયા, એન.બી. સિંઘલ, પોર્ટ ઓફીસર વી.એફ. ચૌધરી, ફીસરીઝ અધિકારી તુષા પુરોહિત, એસ.એન. સાયાણી સહિત સબંધિત વિભાગોના સ્ટાફે સુંદર સેવા બજાવી અને માહિતી ખાતાએ દર બે કલાકે વરસાદના આંકડા અને ડેમની વિગત નિયમિત આપતી રહી જે જનતા સુધી જાણકારી મળી.

કોરોનાને કારણે ચોમાસામાં આવતા તહેવારો-ઉત્સવો-મેળાઓ-વ્રતો-પવિત્ર શ્રાવણ-અધિક માસ સાવ સૂનકાર રહ્યા કોઇ મોજ ન આવી કે દિલ પરોવાણું અને હવે તો ટી.વી.ના ટચૂકડે પડદે છલકાતા ડેમો-પૂર-રસ્તાઓમાં ભરાયેલા પાણીના દૃશ્યો ઘેરબેઠા જોવા મળતાં હોવાથી ચાલુ વરસે નદીઓમાં વહેતા ઘૂધવતાપુરો કે છલકાઇ જતા ડેમો જોવા મેદની કે ભીડ જ ન થઇ.

વર્ષ-ર૦૧૭માં મી.મી.પડેલ વરસાદ

  ર૦૧૮

 ર૦૧૯

વેરાવળ-૧૦૯પ

વેરાવળ-૯૮ર

ઉના-૧૦૬૮

તાલાલા-૧૦૬૧

તાલાલા-૧૦૮૯

કોડીનાર-૧૧૯૩

સુત્રાપાડા-૧રર૪

સુત્રાપાડા-૧૧૮૭

ગીરગઢડા-૮૯ર

કોડીનાર-૧૪૧૩

કોડીનાર-૧૬૦૦

તાલાલા-૧૬૧પ

ઉના-૭૬૬

ઉના-૧૩૪૦

વેરાવળ-૯૮૩

ગીરગઢડા-૮૯૪

ગીરગઢડા-૧૪૦૦

સુત્રાપાડા-૧ર૭ર

(11:18 am IST)
  • રામોજી ગ્રુપના અધ્યક્ષ રામોજી રાવે એસપી બાલાસુબ્રમણ્યમના નિધન પર શોક વ્યક્ત કર્યો: રામોજી રાવે કહ્યું, 'હું નિરાશ છું કે બાલાસુબ્રમણ્યમ હવે નથી. તે મારા નિકટના મિત્ર હતા. એક પ્રખ્યાત ગાયક જ નહીં, તે મારા ભાઈ જેવા હતા. તે મને પ્રેમથી ગળે લગાવતા હતા access_time 1:05 pm IST

  • ચીનની હુઆવે રિસર્ચ લેબોરેટરીમાં ભીષણ આગ : લેબોરેટરી બિલ્ડિંગમાંથી નીકળતા ધુમાડાના ગોટાઓ આકાશને આંબ્યાં : અનેક ફાયર બ્રિગેડ આગ બુઝાવવાની કામગીરીમાં : 3 મોત : આગના કારણ અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરાઈ નથી access_time 1:08 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે આજે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધુ :કુલ કેસનો આંક 59 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 85,465 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,01.571 થઇ : 9,61,159 એક્ટીવ કેસ : વધુ 93,166 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 48,46,168 રિકવર થયા : વધુ 1093 લોકોના મોત સાથે મૃત્યુઆંક 93,410 થયો access_time 12:51 am IST