Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

જામનગર રોગચાળાના ભરડામાં : ડેન્ગ્યુના 53 કેસ પોઝિટિવ : તાવના 637 કેસ નોંધાયા:મનપાને તાળાબંધીની વિપક્ષની ચીમકી

રોગચાળા પર નિયંત્રણ મેળવવામાં આરોગ્યતંત્ર નિષ્ફળ નિવડ્યું હોવાનો વિરોધપક્ષનો આરોપ

જામનગરમાં રોગચાળાએ અજગરી ભરડો લીધો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુંના ૫૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. તો તાવના કુલ ૬૩૭ કેસ નોંધાયા છે. રોગચાળા પર નિયંત્રણ મેળવવામાં આરોગ્યતંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યું હોવાનો વિરોધપક્ષે આરોપ મુક્યો છે

  . વિરોધપક્ષ દ્વારા કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રોગચાળા પર નિયંત્રણ મેળવવા અને તાત્કાલિક મચ્છરોનો નાશ કરવા રજૂઆત કરી હતી.પાંચ દિવસમાં જો નિયંત્રણ મેળવવામાં નહીં આવે તો મહાનગર પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

(9:22 pm IST)