Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

જેતપુરવાળા સીતારામ વકીલના જુનાગઢ પાસેના ખેતરની ઓરડીમાંથી રૂ.૧૧ લાખનો દારૂ પકડાયો

બલીયાવડના શખ્સ સામે તાલુકા પોલીસની કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૩: જુનાગઢના બલીયાવડની જેતપુરવાળા સીતારામ વકીલતના ખેતરની ઓરડીમાંથી તાલુકા પોલીસે રૂ.૧૧ લાખનો વિદેશી દારૂ કબ્જે કરી એક શખ્સ સામે કાર્યવાહી કરી હતી.

એસપી સૌરભસિંહની સુચનાની જુનાગઢ તાલુકા પી.એસ.આઇ. જે.પી.ગોસાઇ સ્ટાફ સાથે વ્હેલી સવારે પેટ્રોલીંગમાં હતા ત્યારે બલીયાવડ ગામની સીમમાં આવેલ જેતપુરવાળા સીતારામ વકીલ (અજયભાઇ પારેખ)ના પડતર ખેતરની ઓરડીમાં દારૂ છુપાવવામાં આવ્યો હોવાની બાતમી મળતા આ સ્થળેદરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં રૂ.૧૦,૯૬,૮૦૦ ની કિંમતના વિદેશી દારૂની ર૧૮ પેટી (ર૬૧૬ બોટલ) મળી આવતા પોલીસે કબ્જે કરેલ.

દારૂનો આ જથ્થો બલીયાવડના અશોક ભગુભાઇ વાંકનો હોવાથી ખુલતા તેની સામે ધોરણસરની કાર્યવાહી કરી પીએસઆઇ જયદેવ ગોસાઇએ આ શખ્સની શોધખોળ હાથ ધરી છે.

(3:51 pm IST)