Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ખંભાળીયા પાલિકામાં કોંગ્રેસના સભ્ય બરતરફ થતા પેટાચૂંટણીઃ કોંગ્રેસ બેઠક જાળવશે કે ભાજપ ફાવશે?

ખંભાળીયા તા. ર૬ :.. ર૭ માંથી ૧૯ ની તોતીંગ બહુમતી સાથે ભાજપના હાથમાં સત્તાનું સુકાન છે. ર૭ માંથી ૮ સદસ્યો કોંગ્રેસના ચૂંટાયા હતા જેમાંના એક સદસ્ય દિનેશભાઇ મકવાણા ત્રણ સંતાનોના મુદે સભ્ય પર હા થતાં ચૂંટણી પંચ દ્વારા એક વોર્ડના સદસ્યની પેટા ચૂંટણી યોજવામાં આવી છે તથા કોંગ્રેસના આઠ સભ્યો હતા ને હવે સાત થયા છે.

વોર્ડ નં. ૬ માં પાલિકા સભ્યની ચૂંટણીમાં ભાજપના જયશ્રીબેન ધોરીયા સૌથી વધુ મતો મેળવતા તેમને ઓપનમાં કરાયેલ જેઓ અનુ. જાતિના ઉમેદવાર હતા અને તેને લીધે અ. જા. ની બેઠક પર વધુ એક ઉમેદવાર તરીકે દિનેશભાઇ મકવાણા જીતેલા તે પછી આ અંગે ઉદયભાઇ લાલના ધર્મપત્ની વધુ મતો મળવા છતાં હારેલા જાહેર થતાં કોર્ટમાં ફરીયાદો પણ કરેલી જે પછી દિનેશભાઇ મકવાણા માત્ર સંતાનોના કાયદા હેઠળ સભ્યપદ રદ થતાં ફરી નવી ચૂંટણી આવી છે

જયારે ભાજપ આ વોર્ડમાંની પેટા ચૂંટણીમાં હાલ સતાધરી જૂથ જયાં ભારે ખેંચતાણની સ્થિતી છે તે ભાજપ સીટ કબજે કરે છે કે કોંગ્રેસ આ સીટ જાળવશે તે બાબતે અનેક ચર્ચાઓ થઇ રહી છે. ઓકટોબર માસમાં આ ચૂંટણી યોજાનાર છે. જેનું જાહેરનામું પણ બહાર પડી ગયું છે.

(1:09 pm IST)