Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

અમરેલીમાં ''સ્પા'' માં રૂપિયા લેતા પોલીસ કર્મચારીના વિડીયો પ્રકરણમાં ફરીયાદ બાદ એએસપીને તપાસ

અમરેલી, તા. ર૬ : અમરેલી શહેરમાં સ્પા મા રૂપિયા લેતો પોલીસ કર્મીના વિડીયો મામલે એ.એસ.પી ને તપાસ સોપાઇ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.

અમરેલી શહેરમાં વિડિયો સોશ્યલ મીડિયા માં વાયરલ થયો છે જેમા રમેશ દાફડા નામના પોલીસ કર્મી શહેર ના સ્પામાં પહોચી કોઈ ઈસમ પાસે થી રૂપિયા લઈ રહ્યો છે જયારે સમગ્ર દ્રશ્યો સીસીટીવી મા કેદ થયા હતા પરંતુ વિડ્યો અત્યારે શોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે જયારે પોલીસ કર્મી અન્ય કેસમાં અગાવ સસ્પેન્ડ પણ કરેલો હોવાનુ જાણવા મળી રહ્યું છે.

ફરજ મોકૂફનું બોટાદ કરવા મા આવેલ છે જયારે વિડિયો વાયરલ થતા જીલ્લા પોલીસ વડા નિરલિપ્ત રાય દ્વારા એ.એસ.પી.પ્રેમસુખ ડેલુ ને તપાસ સોપાય છે અને તપાસ નો ધમધમાટ શરૂ થયો છે એ.એસ.પી. દ્વારા તપાસ હાથ ધરી અને સીટી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નંબર ૫૧/૧૯ દાખલ કરી તપાસ શરૂ કરાઇ છે.

બીજી તરફ પોલીસ કર્મી ના ભૂતકાળ ખૂબ વિવાદાસ્પદ હોવાનુ ખુલ્યુ છે. અનેક અમરેલી જીલ્લામાં વિવાદો આ પોલીસ કર્મી કરી ચૂકયો છે અને અનેક પ્રકાર ની તેમના વિરુદ્ઘ તપાસ પણ શરૂ છે ત્યારેવિડિયો સોશ્યલ મીડિયા માં વાયરલ થતા ફરીવાર વિવાદો મા સપડાતા પોલીસબેડામાં અનેક પ્રકાર ની ચર્ચા ચાલી રહી છે.

(1:09 pm IST)