Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

મોટી માટલી ગામે દારૂના નશાની હાલતમાં ઝેરી દવા પી જતા મોત

જામનગર, તા. ર૬ :  જી.જી. હોસ્પિટલના ડો. વિશાલ ઓઝાએ કાલાવડ પોલીસ મથકે જાહેર કરેલ છે કે, આ કામે મરણ જનાર ઈમરાન જૂમાભાઈ સમા ઉ.વ. ૪૪ રહે. મોટી માટલી તા. ક્રાલાવડવાળાને દારૂ પીવાની ટેવ હોય અને દારૂના નશામાં ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જયાં તેમનું સારવાર બાદ મૃત્યુ નિપજેલ છે.

મંદિર પાસેથી વાહન ચોરાયુ

અહીં રણજિતસાગર રોડ પર આવેલ નંદનવન પાર્ક શેરી ન. રમાં રહેતા કેતન જયેશભાઈ સોલંકીએ પોલીસમાં ફરીયાદ નોધાવી છે કે, જંગલેશ્વર મહાદેવના મદિર પાસેથી ફરીયાદીએ પોતાનુ મોટર સાયકલ જી.જે.૧૧૦-એજે-૯૦૭૦૭ કિંમત ર્મ. ૧૫ હજારનું પાર્ક કરેલ હોય જયાંથી કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ છે.

દારૂની હેરફેરઃ ૪૨ હજારનો મુદામાલ કબ્જે

સિકકા પોલીસ મથકના ડી.એચ.જાડેજાએ લાખાબાવળના પાટીયા તરફથી કાચા રસ્તે જતા આરોપી પ્રવિણસિંહ અભેસિહ વાજા ઉ.વ. ૪૦ વાળાના મોટર સાયકલ જી.જે.૧૧૦-એઆર-૯૧૧૫માં ઇંગ્લીશ દારૂની ૩૫ બોટલ કિંમત રૂમ. ૧૦૫૦૦ તથા મોટર સાયકલ મળી કુલ રૂમ. ૪૨૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.

જમતા જમતા હાર્ટએટેક આવી જતા યુવકનુ મોત

અહીં ખોડીયાર કોલોની કિર્સ્ટલ મોલવાળી ગલીમાં રહેતા યશ પરેશભાઈ શેઠ ઉ.વ. ૨૩એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તેમના પિતા પરેશ હમસૂખભાઈ શેઠ ઉ.વ. પર પોતાના ઘરે જમતા હોય તે દરમ્યાન હાર્ટએટેક આવી જતા ઢળી પડતા સારવાર અર્થે હોસ્પિટલે લઈ જતાં ફરજ પરના ડોકટરે તેઓને મૃત જાહેર મ હતા.

સમજાવવા જતા બે શખ્સોએ માર માર્યાની રાવ

અહીં ગોલ્ડન સીટીના છેડે ધરારનગર પાવડર હાઉસવાળા આવાસની બાજુમાં રહેતા ભરતસિંહ માધુભા જેઠવા ઉ.વ. ૫૦ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીના મકાનની બાજૂમાં આરોપીની જમીન જગ્યા હોય જે જગ્યા ફરીયાદીના ભાભી દબાણ કરતા હોય તેવી શંકા રાખી ફરીયાદીના ભાભી સાથે આરોપીઓ માથાકૂટ કરતા હોય ફરીયાદી સમજાવવા જતા ફરીયાદી અને તેમના દિકરાને આરોપીઓ તખતસિંહ રણમલજી સોઢા, તખતસિહનો ભત્રીજો મુન્નો એ લોખંડના પાઈપ વડે માર મારી ઈજાઓ કરી ગુન્હો કરેલ છે.

(1:08 pm IST)