Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ધોરાજીમાં રોગચાળાની શરૂઆતમાં નક્કર કામગીરી ન થતા બીમારી ફાટી નીકળી...

હેલ્થ વિભાગ પાસે માણસો ન હોવાની કબૂલાતઃ ભાજપે અધિકારીઓ સાથે બેઠક યોજી

ધોરાજી,તા.૨૬:ધોરાજી માં છેલ્લા બે માસથી ડેંગ્યુ જેવી ખતરનાક બીમારીમાં અનેક નગરજનો સપડાઈ ગયા છે.

આરોગ્ય વિભાગ અને સરકારી તંત્રની બેદરકારીને કારણે રોગચાળો વધુ પ્રમાણમાં વકર્યો છે.સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીની ભીડ અને ખાટલાઓ ઓછા પડી રહ્યા છે.

શહેરની બેકાબુ પરિસ્થિતિ સર્જાતા આખરે ધોરાજી ભાજપના આગેવાનો અને નગરસેવકો ને શહેરની જનતાનુ પેટમાં બળ્યું હોય તેમ જયસુખભાઇ ઠેસીયા, વિનુભાઈ માથુકિયા,ધીરુભાઈ કોયાણી, જયેશભાઈ વદ્યાસિયા,ગોપાલભાઈ કાયાણી, ઇશ્વરભાઇ બાલધા સહિતે રોગચાળાને નાથવા પ્રાંત અધિકારી જી. વી. મિયાણી તેમજ હેલ્થ ઓફિસર ડો. વાછાણી વચ્ચે સયુંકત બેઠક યોજાઇ હતી. જેમાં હેલ્થ વિભાગના અધિકારી એ જણાવેલકે બે માસથી રોગચાળાની શરૂઆત થઈ છે. અને હેલ્થ વિભાગે પોતાની શાખામાં માણસો દ્યટતા હોવાની કબૂલાત જાહેરમાં કરી હતી.

પાલિકાના ભાજપના સભ્યોએ પ્રાંત અધિકારી પાસે પરિસ્થિતિ કાબુમાં લેવા રજુઆત કરતા પ્રાંત અધિકારી એ પાલિકાના સભ્યોને ની પણ જવાબદારી ગણાવી હતી. આમ અધિકારી અને પદાધિકારીઓ એક બીજા પર જવાબદારી થોપતા હોય તેવું લાગતું હતું.

જોકે પ્રાંત અધિકારીએ નગરપાલિકાના કર્મચારીઓને તેડાવી સફાઈ કામદારોનો સહકાર લઈ સત્વરે સફાઈ અને પડતર ગંદકી, પાણીનો નિકાલ કરવા અંગેના નિર્દેશ આપ્યા હતા.

આ તકે ભાજપ અગ્રણી જયસુખભાઇ ઠેસીયા એ પાલિકાના વર્તમાન કોંગ્રેસના સત્ત્।ાધીશો પર પ્રહાર કરતા જણાવેલ કેઙ્ગ શહેરમાં ગંદકી, કચરો અને સફાઈ મામલે સત્ત્।ાધીશો નિષ્ફળ રહ્યા છે. હાલ ધોરાજીમાં વકરેલા ડેંગ્યુ અને વાયરલ રોગોએ માજા મૂકી છે. અને મચ્છરજન્ય રોગચાળા થી દ્યેર દ્યેર સફાઈ, ફોગીંગ, અને દવાઓ નું વિતરણ તંત્ર દ્વારા વહેલી તકે કરાઈ તો જ શહેરની સ્થિતિ કાબુમાં આવી શકે.

(1:06 pm IST)