Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ગોંડલના પાંચિયાવદરમાં જન્મદિને બાળકોને ભોજન-કીટ વિતરણ

 ગોંડલ : તાલુકાના પાંચિયાવદર ગામના વતની અને ગોંડલ રાજપૂત યુવક મંડળના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના સુપુત્રી કાદંબરીદેવીબાના જન્મ દિવસ નિમિતે પોતાના ગામની સરકારી શાળા, સીમ શાળાઓના ધો.૧ થી ૮ના બાળકો કે જે પ્રભુના પ્યારા ભૂલકાઓ છે તેમને બપોરનું ભોજન આપી તેમની સાથે ઉજવ્યો. ભોજન બાદ ૧૫૦ જેટલા ભૂલકાઓને રાજી થાય તેવી શિક્ષણ કીટ આપી શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે જન્મદિવસની ઉજવણી કરવા બદલ રાજીપો વ્યકત કર્યો હતો. સમાજના જરૂરીયાતમંદ એક દિકરીની વાર્ષિક શિક્ષણ ફી પણ ચુકવામાં આવશે. (તસ્વીર - અહેવાલ : જયસ્વાલ ન્યુઝ,ગોંડલ)(

(11:46 am IST)