Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ગોંડલ : ગીર ગાય મુદ્દે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી સમક્ષ રજૂઆત

ગોંડલ તા.૨૬ : તાજેતરમાં દિલ્હી ખાતે ભારત સરકારના પશુપાલન મંત્રી ગિરીરાજસંઘ દ્વારા બ્રાઝીલમાં સ્થાઇ ગીર સાંઢના એક લાખ સીમેન ડોઝીઝની ભારતમાં આયાત કરવાની યોજના બનાવવામાં આવેલ છે. આ યોજનાનો વિરોધ કરવા માટે તા.૨-૯ ના રોજ ડેલીગેશન દિલ્હી ખાતે રૂબરૂ મંત્રી ગિરીરાજસિંહ અને રજૂઆત કરવા ભુવનેશ્વરી પીઠના આચાર્ય ઘનશ્યામજી મહારાજ તેમજ ડો.વલ્લભભાઇ  કથીરીયા ગયેલ હતા.

અગાઉ શંકર સંવર્ધન દ્વારા શાહીવાલ, રેડસિંધી, એન્ગલ, થરપાકર જેવી મૂળભૂત દેશી ગૌનસ્લનો સંપુર્ણ સફાયો થઇ ગયો છે. આ યોજના થકી ગીર ગાયનો પણ સફાયો થઇ જાય તે પહેલા ગોપાલકો તથા લોકોએ સમયસર જાગૃત થઇને વિરોધ કરવો જરૂરી છે. તેમ આચાર્ય ઘનશ્યામજી મહારાજની યાદી જણાવેલ છે.

(11:46 am IST)