Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

હળવદમાં કોંગો ફિવરનો શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા દોડધામ

હળવદ, તા.૨૬: શ્રીરામ ગૌશાળામાં કામ કરતા શ્રમજીવીનેઙ્ગ કોંગો ફીવરનાઙ્ગ શંકાસ્પદ લક્ષણો જણાવતા આરોગ્ય ટીમ દ્વારા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે તેમજ શ્રમજીવીનું બ્લડ સેમ્પલ પૂના ખાતે લેબોરેટરીઙ્ગ માટે મોકલવામાં આવ્યું છે જે રિપોર્ટ આવ્યા બાદ જ કોન્ગો ફીવર છે કે નહીં તે જાણવા મળશે

શહેરના ત્રણ રસ્તા પાસે આવેલ શ્રીરામ ગૌશાળામાં કામ કરતાં શ્રમજીવીને ત્રણ-ચાર દિવસથી તાવ આવતો હોય જેને લઇ રિપોર્ટ કરાતા મેલેરીયા તેમજ ડેન્ગ્યુનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય અને પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોય તેથી હળવદ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધેલ હોય પરંતુ તબિયતમાં સુધારો ન થતા કોંગો ફીવર ની આશંકાએ રાજકોટ મેડિકલ કોલેજમાં નિદાન તેમજ વધુ સારવાર અર્થે રીફર કરેલ છેઙ્ગ

અને આ શ્રમજીવીનુ બ્લડ સેમ્પલ લેબ માટે પૂના ખાતે મોકલવામાં આવ્યુ છે ત્યારે હળવદમાં કોંગો ફિવરનો શંકાસ્પદ કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ પશુપાલન વિભાગ દ્વારા સંયુકત રીતે શ્રીરામ ગૌશાળા તેમજ આજુબાજુના વિસ્તારમાં દવાનો છંટકાવ કરી પશુઓને રસીયો મૂકી કોંગો રોગ અટકાવવાની વિવિધ કામગીરી કરવામાં આવી હતી જેમાં જિલ્લા પશુપાલન અધિકારી ડો.ભોરણીયા, રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.સી.એલ.વારેવડિયા, હળવદ તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભાવિન ભટ્ટી,ડો.જે.એમ કતીરા આરોગ્યને લઈ કામગીરી કરવામાં આવી હતી તેમાં શ્રીરામ ગૌશાળા દ્વારા પણ તંત્રને સાથે રહી તમામ કામગીરીમાંઙ્ગ સાથ સહકારઙ્ગ આપેલ.(૨૩.૧૫)

 

(11:45 am IST)