Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ઉનામાં કારનું ટાયર ફાટતા ત્રિપલ અકસ્માતઃ ટ્રેકટર અને બાઇક સાથે કાર અથડાઇઃ ૨ વાહન ચાલકોને ઈજા

 ઉના તા. ૨૬: અત્રે કારનું ટાયર ફાટતા કાર ટ્રેકટર અને બાઇક સાથે અથડાઇ જતા ત્રીપલ અકસ્માત સર્જાયો હતો ૨ જેટલા વાહન ચાલકોને ઈજા થતા સારવાર માટે ખસેડાયેલ છે.

 ચાર થાંભલા વિસ્તાર પાસે ફોરવીલ નું ટાયર ફાટતા ટેકટર અને બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો.

પુરઝડપે આવતી ફોરવીલનુ ઉના ચાર થાંભલા પાસે ટાયર મોટા ધડાકા સાથે ફાટતા થયેલ ભયાનક અકસ્માત થતા લોકોના ટોળેટોળા જોવા ઉમટી પડતા ઉનાપોલીસે પરિસ્થિતિ કાબૂમાં લીધી . ૨ વાહનચાલકો ને તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યા

(11:45 am IST)