Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

હળવદ જય ભીમ કેરિયર એકેડેમીના વિદ્યાર્થીઓનું સન્માન

હળવદ : હળવદ શહેરમાં નિઃશુલ્ક ચાલતા જય ભીમ કેરિયર એકેડેમીના વિદ્યાર્થીઓ રાજય સરકારની જુદીજુદી પરીક્ષાઓ માટે તૈયારી કરે છે જેમાં અગાઉ સારા માર્ક સાથે સરકારી નોકરી મેળવેલઙ્ગ વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લાના પોલીસવડા ડો.કરણરાજ વાદ્યેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ડો.બાબા સાહેબ આંબેડકરના ફોટો અને ટ્રોફી આપી વિશેષ સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાસંગીક ઉદ્બોધન કરતા એસ.પી. ડો. કરણરાજ વાદ્યેલાએ વિદ્યાર્થીઓને શિક્ષણ અને હેલ્થ વિશે માહિતી આપી હતી. તો સાથે જ વિદ્યાર્થીઓને મોટીવેશનલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલાસીસના વિદ્યાર્થી ભાઈઓ બહેનો વતી પંકજભાઈ શ્રીમાળી, પ્રગતિબેન શ્રીમાળી, જયેશભાઈ પરમાર, રમીલાબેન પરમાર દ્વારા એસ.પી. ડો. કરણરાજ વાદ્યેલાને બાબા સાહેબનો ફોટો ભેટ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં જય ભીમ કેરિયર એકેડેમીના વિદ્યાર્થી ભાઇઓ અને બહેનોનો ફાળો અતિ મહત્વનું રહ્યો હતો.(તસ્વીર - અહેવાલ : દિપક જાની, હળવદ)

(11:42 am IST)