Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

હળવદમાં 'મારી દીકરી મારો ગર્વ'રોટરી કલબ દ્વારા કાર્યક્રમ સંપન્ન

હળવદ,તા.૨૬:જે માં બાપ ને સંતાન માં ફકત દિકરીઓજ હોય એવા વાલીઓ આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં જોડાયા હતા ઊપરાંત આ કાર્યક્રમની અનોખી અને અભૂતપૂર્વ તેમજ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દીકરીઓને તેમજ વાલીને પ્રોત્સાહિત કરતી સ્પીચ, દીકરી વ્હાલનો દરિયો, બેટી બચાવો બેટી પઢાવો, મોટિવેશનલ સ્પીચ, ડ્રામા, ડાન્સ, ગેઈમ, મનોરંજન, મસ્તી, વગેરેનું તેમજ વિવિધ સ્પર્ધા નું આયોજન કરેલ જેમાં વિજેતાને  અને ભાગ લેનાર દરેકને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. આમંત્રિત મહેમાનો, દીકરીઓ તેમજ વાલીઓ ની ૭૦૦ થી વધુ લોકોની હાજરીમાં આ સમારોહ યોજાયો હતો.

ગુજરાતના જાણીતા એન્કર કિંજલ ખૂંટ ને ખાસ રાજકોટથી આ પ્રોગ્રામ નું એન્કરિંગ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા.પ્રોજેકટ નું ડોનેશન રિતેશ કારિયા બ્રધર્સ, અંકિત લખતરિયા બજરંગ કેટર્સ, હિતેન ઠક્કર સાંદિપની સ્કૂલ,રોહિતભાઈ મેંઢા એરો કોમ્યુટર, ગોપાલભાઈ ઠક્કર શિવમ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આપવામાં આવ્યું હતું.પ્રોજેકટ માં રોટરી પરિવાર ની દરેક કલબના હોદેદારો અને સભ્યોએ હાજરી આપી સફળ બનાવ્યો હતો.

(11:41 am IST)