Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ગારીયાધારના સુરવિલાસ શાળાની ચોરીના પાંચેય આરોપી જેલ હવાલે

તપાસમાં તોણીયા ગામની ચોરીનો ભેદ ઉકેલાયો...

ગારીયાધાર તા. ર૬ :.. ગારીયાધારના સુરવિલાસ ગામની પ્રાથમિક શાળામાં કુલ ૧૮૦૦૦ ના મુદામલની ચોરીના પાંચેય આરોપીને જેલ હવાલે કરાયાનો આદેશ કરાયો હતો.જે ચોરીના આરોપી મનોજ બચુ સાથળીયા-મોરબી, તા. ગારીયાધાર, રામુ ધીરૂ વેગડ-હાદાનગર ભાવનગર, મહિપત લક્ષ્મણ સોલંકી, બોરતળાવ, ભાવનગર, બીનું દેવજી પાંચાસરા-ગારીયાધાર, ભરત ઉર્ફે ટકલો ઉર્ફે અશોક પાંચા સોલંકી-દેદરડા તા. પાલીતાણા, વાળાની ગારીયાધાર પોલીસ દ્વારા યુકિત-પ્રયુકતીથી પુછપરછ કરતા વલ્લભપુર તાલુકાના તોણીયા ગામની શાળામાં થયેલી ચોરીનો બનાવનુ નં. સી/૧૯ આઇપીસી ૪પ૭, ૩૮૦ ના ગુન્હાની કબુલાત આ આરોપી દ્વારા કરવામાં આવી હતી.

(11:40 am IST)