Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

તળાજામાં બીજી ઓકટોબરે ખેડૂત સંમેલન

તળાજાના ભંગાર રસ્તા, ટ્રાફિક નિયમો ખેડૂતોના કલ્પસર વીજળી જેવા પ્રશ્ને સરકારને ઢંઢોલવાનો પ્રયાસ : એકતા મંચના બેનર હેઠળ ભવ્ય આયોજન ઉ ખેડૂતોને ઉમટી પડવા હાકલ : કોર્ટમાં મજબૂત લડત માટે કોટડા ખાતે બેઠક

ભાવનગર તા.૨૬: ભાવનગર તળાજા ખેડુત એકતામંચ દ્વારા આગામી ૨,ઓકટોબરના રોજ વિવિધ માંગણીઓને લઈ તળાજા ખાતે ખેડૂત, વાહન ધારકો અને આમ જનતાને સંગઠિત કરવા માટે આયોજન કરવામાં આવ્યૂ છે.

સરકાર ્દોરા તાજેતરમાં ટ્રાફિકના લાદેલાં નવા નિયમો, રાજયના મોટા ભાગના નગર હોય કે હાઇવે તૂટીને અતિશય ખરાબ થઈ ગયા હોય તથા ખેડૂતોના વિવિધ પ્રશ્નો, કલ્પસર યોજના તાત્કાલિક શરૂ કરવામાં આવે. વીજળી અઢાર કલાકએ પનદીવસ દરમિયાન મળે, ખેડૂતોને હિંસક અને ગાય,નીલગાય,ખુટિયા, ભૂંડ જેવા પશુઓ પરેશાન કરતા હોય તે દૂર થાય.આવી વિવિધ માંગણીઓ ને સંગઠિત થઈ સરકાર માં અસરકારક રિતેં રજૂ કરવા માટે ગાંધીજી જયંતીના દિવસે તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે વિશાલ સંમેલન બોલાવવામાં આવેલછે.

આ સંમેલનમાં ખેડૂતો સાથે ખરાબ રસ્તા ને લઈ પરેશાની ભોગવતા અને ટ્રાફિકના નિયમોનો વિરોધ માટે વાહન ચાલકો અનેઆમ જનતા સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તે માટે અત્યારરથીજ કવાયત હાથ ધરવામાંઆવી છે. આકાર્યક્રમમાં સાગર રબારી સહિત તળાજા ભાવનગર અને રાજયના જાણીતા ચહેરાઓ હાજરી આપશે.

અલ્ટ્રાટેક માઇનિંગના મામલે તળાજા મહુવાના ખેડૂત દ્વારા ન્યાય માટે માઇનિંગ અટકાવવા કોર્ટના દ્વાર ખખડાવેલ હોય તેમાટે માર્ગદર્શન આપવા માટે એડવોકેટ આનંદ યાજ્ઞિક,કનુભાઈ કલસરીયા, માઇનિંગ ના તજજ્ઞ અશોક શ્રીમાળી કોર્ટ માં લડાઈ માટે ભીલ ભાઈ ની વાડીએ કોટડા ખાતે બપોરે એક કલાકે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. તેમ ભરત ભીલ એ જણાવ્યું છે.

(11:39 am IST)