Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

બોગસ દસ્તાવેજના ગુનામાં ઝડપાયેલા ગાંધીધામના વગદાર ડેવલોપર્સ બીજલ મહેતાની જામીન અરજી ફગાવાઈ

ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરિટીના નામે બાંધકામની મંજૂરીના ખોટા કાગળો બનાવ્યાની પોલીસ ફરિયાદ, સુરતના મહિલાનો પ્લોટ બોગસ દસ્તાવેજ દ્વારા પચાવવાની ફરિયાદ

ભુજ,તા.૨૬: પોર્નસ્ટાર સની લિયોની સાથે બોલીવુડમાં ફિલ્મ શ્નદ્બચજીક્ન ઈંતઝાર' ઉતારનાર ગાંધીધામનો ડેવલોપર્સ બીજલ મહેતા હાલ જેલમાં છે ત્યારે અંજારની કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. જેને કારણે નવરાત્રી દરમિયાન સેલીબ્રેટીઓ સાથે ગરબા કરવાનાં શોખીન બીજલ મહેતાને જેલમાં ગરબા ગાવા પડે તેવી સ્થિતિ હાલ તો દેખાઈ રહી છે. સતત વિવાદમાં રહેતા ગાંધીધામનાં બીજલ મહેતા નામનાં લેન્ડ ડેવલોપર્સની પોલીસે ખોટા દસ્તાવેજ બનાવવા ઉપરાંત છેતરપિંડીનાં કેસમાં ધરપકડ કરી હતી. જેમાં તેની ધરપકડ પછી બે દિવસનાં રિમાન્ડ બાદ તેને અંજારની સબ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જેમાં પહેલા તેણે ચીફ જયુડિશયલ કોર્ટ એને ત્યાર બાદ સેસન્સ કોર્ટે પણ તેની જામીન અરજી ફગાવી દીધી હતી. જેને કારણે વગદાર વ્યકિત હોવાની છાપ ધરાવતા બીજલને નવરાત્રી જેલમાં જ કરવી પડી શકે છે.

'રંગીન' ચશ્મા પહેરવાનો શોખીન બિલ્ડર બીજલ મહેતાની કારકિર્દી શરૂઆતથી જ વિવાદમાં રહેલી છે. પુર્વ કચ્છ પોલીસના અધિકારીનો જેના ઉપર ચાર હાથ છે તેવા બિજલે બાગેશ્રી ડેવલોપર્સ નામની કંપનીનાં સંચાલક તરીકે તેણે વર્ષ ૨૦૧૬જ્રાક્નત્ન ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરીટીનાં નામે બનાવટી દસ્તાવેજ બનાવ્યા હતા. જે અંગે જીડીએના કર્મચારી ભગવાન ઓધવદાસ કલ્યાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તો, સુરતની મહિલા અનિતા પવન હિંગોરાણીએ દ્રારા તેમના પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવવા અંગે પણ પોલીસ ફરિયાદ કરવામા આવી હતી. પરંતું બીજલનાં છેડા તંત્ર અને પોલીસમાં હોવાને કારણે ૨૦૧૬ માં બબ્બે પોલીસ ફરિયાદ કરાયા છતાં ૨૦૧૯ સુધી ત્રણ વર્ષના લાંબા સમય સુધી તેની સામે કાર્યવાહી કરવામાં આવી ના હતી. છેવટે જયારે કોર્ટમાં પણ તેના આગોતરા જામીન ફગાવવામાં આવ્યા અને સમગ્ર મામલો મીડિયામાં ચગ્યો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી.

બીજલની ધરપકડ કર્યા પછી બે દિવસનાં રિમાન્ડ દરમિયાન તેને આરોપી તરીકે નહીં પરંતું એક વીઆઇપી તરીકે ટ્રીટમેન્ટ કરાવામાં આવી રહ્યો હોવાનો પણ આક્ષેપ થયો થયો હતો. જેને પગલે આ કેસની તપાસ કરી રહેલા અંજાર ડિવિજનનાં ડીવાયએસપી ધનંજયસિંહ એસ. વાઘેલા પાસેથી તપાસ આંચકી લઇને પુર્વ કચ્છ પોલીસનાં મુખ્ય મથકનાં નાયબ પોલીસ અધિક્ષક પટેલને સોંપી દેવામાં આવી હતી. પોલીસ અધિકારી પછી કોર્ટ અને સરકારી વકીલ પણ બદલવામાં આવતા લોકોની આંખો પહોળી થયી ગયી હતી.

ઉલ્લેખનીય છે કે, વીઆઇપી લોકો, બોલીવુડ સેલિબ્રિટીને બોલાવી સતત મીડિયામાં ચમકવાનો શ્નઊટ–કદ્ગલૃ બીજલ ત્યારે વધુ ચર્ચામાં આવ્યો હતો જયારે તેની બીજી પત્નીનાં નામે તેણે પોર્નસ્ટાર સની લિયોની અને અરબાઝખાનને લઇને 'તેરા ઈંતઝાર' નામની ફ્લોપ મુવી બનાવી હતી. આ ઉપરાંત તે નવરાત્રિ જેવા તહેવારો દરમિયાન બોલીવુડ-ટેલીવુડ ઉગતી હિરોઈનને બોલાવતો હતો. અંજાર તાલુકા ભાજપ ઉપરાંત ગાંધીધામ ચેમ્બરનાઙ્ગ એક ઉદ્યોગપતિ સાથે સંબંધ ધરાવતો બીજલ મુંબઇમાં પણ એક કેસમાં આવી ગયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે અજમેરમા પણ તેની સામે ફરીયાદ થઈ હોવાની હકીકત બહાર આવી છે.

(11:34 am IST)