Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

મારી પત્નિ, સાસુ અને ૨ સાળીના ત્રાસથી હું આત્મહત્યા કરૂ છુઃ ભુજમાં લાચાર પતિનાં છેલ્લા શબ્દો

કચ્છનાં કુકમાં આપઘાત પૂર્વે યુવકે વાયરલ વિડીયો સર્જી ચકચારઃ મારના ત્રાસથી મજબુર

ભુજ, તા.૨૬: ગત અઠવાડિયે ૧૭/૯ ના ભુજના કુકમા ગામે બનેલા આપઘાતના બનાવમાં મૃતક યુવાનના વાયરલ થયેલો વીડીયો બહાર આવતાં તેને પગલે તેની પત્નિ, સાસુ અને સાળી વિરુદ્ઘ પોલુસ ફરિયાદ કરાઈ છે. ૩૭ વર્ષીય દિપક રાધુભાઈ ડાંગર નામના યુવાને પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી.

ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં રિપેરીંગનું કામ કરતા દીપકે પોતાની આત્મહત્યા પૂર્વે વીડીયો બનાવીને પોતાના ભાઈ સુરેશના પત્ની રસિલાબેન (ભાભી)ને મોકલ્યો હતો.ઙ્ગ દીપકની અંતિમવિધિ બાદ વ્હોટેસએપ્પ પર આવેલા એ વીડીયો તરફ ધ્યાન જતાંઙ્ગ આખાયે બનાવનો ખ્યાલ આવતા ભાભી રસિલાબેને પોતાના પતિ સુરેશભાઈને અને ત્યારબાદ બન્નેએ પોલીસને જાણ કરી હતી. આ વીડીયોમાં દીપકે આપઘાત કરતા પૂર્વે જણાવ્યું હતું કે, તે પોતાની પત્ની વનીતાબેન બાબુ અરજણ બરાડીયા, સાસુ કલાવતીબેન અને બે સાળીઓ કંકુબેન અને સાવિત્રીબેન તેમને ત્રાસ આપે છે, માર મારે છે, પૈસા માત્ર દબાણ કરે છે.

પોતે બે લાખ રૂપિયા ઉપાડીને તેમને આપી દીધા છે. પણ, હવે તેમનો ત્રાસ સહન થતો નથી. દીપક અને વનિતા બન્નેના આ બીજા લગ્ન હતા. બન્ને જીકે જનરલ હોસ્પિટલમાં કામ કરતા હતા અને અગાઉ બન્નેએ પોત પોતાના લગ્ન દરમ્યાન છૂટાછેડા લીધા બાદ બીજીવાર લગ્ન કર્યા હતા. વનિતાને અગાઉના લગ્નથી બે સંતાનો છે જે બન્ને ભણે છે. જોકે, પતિ દીપકની અંતિમવિધિમાં પત્ની વનિતા કે કોઈ સાસરિયાવાળા આવ્યા નહોતા. મૃતક રાદ્યુના ભાઈ સુરેશ ડાંગરની ફરિયાદ લઈને પધ્ધર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.એચ.ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.

દીપક રાધુભાઈ ડાંગર (ઉ.વ. ૩૭, રહે. મૂળ કુંદરોડી, હાલે કુકમા, તા. ભુજ)એ પંખામાં દોરી બાંધીને ગળેફાંસો ખાઈ મોતનો માર્ગ અપનાવી લીધો હતો, જે અંગે મૃતકના ભાઈ સુરેશભાઈ રાધુભાઈ ડાંગરે મૃતક દીપકની પત્ની વનિતા બાબુ બરાડિયા, સાસુ કલાવંતિ બરાડિયા, સાળી કંકુબેન ઉર્ફે અંજના બરાડિયા, સાવિત્રી બરાડિયા સામે ત્રાસ આપી મરવા મજબૂર કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી. સાત માસ પૂર્વે લગ્નગ્રંથિથી જોડાયેલ  દીપક અને તેની પત્ની વનિતા જે પોતે પણ જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહી છે. બંને વચ્ચે અવારનવાર બબાલ થતી હતી તે વાત પણ દીપક તેના ભાઈને કરી હતી.

કુકમાના વૈભવનગરમાં છેલ્લા બે માસથી બંને રહેવા આવ્યા હતા, પરંતુ મનમેળ ન થતાં નાની – નાની વાતે બંને વચ્ચે બોલાચાલી થતી હતી. તા.૧૮ના દીપકે પોતાના દ્યરે આત્મહત્યા કરી લીધી હતી, પરિવાર અંતિમ વિધિમાં રોકાયેલો હતો જે વિધિ પત્યા પછી હતભાગીના ભાભી રસીલાબેન પોતાનો ફોન જોતાં તેમાં દીપકના ફોન પરથી એક વોટ્સએપમાં બનાવવામાં આવેલો વીડિયો બનાવની રાત્રિના એક વાગ્યે આવ્યો હતો, જેમાં  દીપક પોતાની આપવીતી જણાવી રહ્યો હતો અને કહ્યું હતું કે મારી પત્નિ, સાસુ તથા બે સાળીના ત્રાસથી કંટાળી જઈને હું આત્મહત્યાનું પગલું ભરી રહ્યો છું.

આ ઉપરાંત તેણે અન્ય વાતો પણ કરી હતી જે ધ્યાને આવતાં પદ્ઘર પોલીસે મથકે ચારે સામે ઈ.પી.કો ૩૦૬,૧૧૪ મુજબ ફરિયાદ નોંધાતાં પીએસઆઈ વિજયસિંહ ઝાલાએ તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે, પ્રથમ બનાવ એડીમાં જાહેર થયો હતો, પરંતુ વીડિયો જોવા મળતાં ફરિયાદ નોંધાઈ હતી.

(11:08 am IST)