Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

શાપર-વેરાવળમાં ગોૈમાસનું વેચાણ કરતા ચાર શખ્સો ઝડપાયા : ૧૫૦ કિલો ગોૈમાસ કબજે

ગોૈરક્ષકો અને પોલીસનો દરોડો : રાજકોટના બસીર હુશેન, આસીફ અને મુનાફની ધરપકડ

રાજકોટ તા ૨૬  :  શાપર-વેરાવળમાં ગોૈમાસનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે ગોૈરક્ષકો અને પોલીસે દરોડો પાડી ૧૫૦ કિલો ગોૈવંશનું માંસ સાથે રાજકોટના ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી  વિગત મુજબ શાપર-વેરાવળમાં શીતળા માતાના મંદીર નજીક બાબા સાહેબ આંબેડકરના પુતળા પાસે ગોૈ માંસનું વેચાણ થતુ હોવાની બાતમી મળતા ગોૈરક્ષકના પ્રમુખ કાનજીભાઇ ચોૈહાણ, ઉપપ્રમુખ ઉમેશભાઇ વાજી, પાર્થભાઇ શુકલા, શૈલેષભાઇ પટેલ, રવિરાજસિંહ ચુડાસમા, ગિરીશભાઇ ભરવાડ, જીતેન્દ્રભાઇ ચંદવાણીયા સહિતે શાપર-વેરાવળ પોલીસ મથકમાં જાણ કરતા પી.એસ.આઇ. એ.એે. ખોખર સહિતના સ્ટાફ સાથે દરોડો પાડી ''વસીલા મટન'' નામે ઓરડીની બહાર ઓટા ઉપર ગેરકરકાયદેસર ગોૈવંશનું માસનું વેચાણ કરતા રાજકોટ રૈયા રોડ, હનુમાન મઢી પાસે રંગ ઉપવન સોસાયટીમાં રહેતા બસીર હુશેનભાઇ શેખ, હુશેન બચુભાઇ શેખ, તથા બીજા થળામાંથી સદરબજાર ખાટકીવાડના આસીફ અબ્બાસભાઇ બેલીમ અને મુનાફ હાજીભાઇ શેખને ૧૫૦ કિલો ગોૈવંશના માસ સાથે પકડી લઇ ચારેય વિરૂધ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. અગાઉ પણ આ સ્થળે ગોૈરક્ષકો અને પોલીસે દરોડો પાડયો હતો.

(11:08 am IST)