Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

લાઠીના કેરાળા ગામે આધેડને મારમારી લુંટ ચલાવનારા પાંચ પરપ્રાંતીય આરોપીઓ મુદ્દામાલ સહિત ઝડપાયા

 

લાઠીના કેરાળા ગામે આધેડને મારમારી લુંટ ચલાવનારા પરપ્રાંતીય પાંચ આરોપીઓ મુદ્દામાલ સહિત ઝડપાયાછે

  અંગેની વિગત મુજબ લાઠી તાલુકાના કેરાળા ગામે આવેલ બસ સ્ટેશન સામેના ઝુંપડામાં લુટારૂ ગેંગે ત્રાટકી નિંદ્રા ધીન આધેડ ઉપર લોખંડના સળીયા વડે હુમલો કરી અને રોકડા રૂપિયા ૮૦૦૦ સહિત મોબાઈલ ફોન ની લુંટ ચલાવી નાસી છૂટ્યા અંગે ઈજા ગ્રસ્ત શ્રમિક વૃદ્ધ ગોવિંદભાઇ નરશીભાઇ માલવીયા,( ઉં..૭૦ )લાઠી પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી

લુંટ ચલાવનારા શખ્સો ને ઝડપી પાડવા અમરેલી એલ.સી.બી પોલીસ ના ઇન્સ.ડી.કે.વાઘેલા સહિતે સઘન તપાસ હાથ ધરી અને લુટારૂ ટોળકી ના ભોગ બનેલા વૃદ્ધ ના જણાવ્યા મુજબ લુટારૂ ની વાક છટા સહિત બોલી પારખી પરપ્રાંત ના શખ્સો હોવાનું માલુમ પડતા રાત્રી દરમ્યાન નાઈટ રોન તેજ બનાવી અને ટેક્નીકલ સર્વેલન્સ ના આધારે થાનસિંહ અમરસિંહ કટારા (..૩૪) ( રહે. મુળ ઉદયગઢ (કનાસ), ઘટવાલીયા ફળીયુ, તા.જોબટ, થાણા - ઉદયગઢ (કનાસ) જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ હાલ રહે.સુરગપુરા, કિશોરભાઇનાં મકાનમાં તા.જી.અમરેલીદિવાન રઘુસિંહ મોહનીયા,( ..૨૪,)( રહે. મુળ ઉદયગઢ (કનાસ), હટવાલીયા ફળીયા, તા.જોબટ, થાણા - ઉદયગઢ (કનાસ) જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ હાલ રહે.પીપરીયા ગામની સીમ, વિઠ્ઠલભાઇની વાડીએ તા.લાઠી જી.અમરેલી ) કેન્દરસિંહ નાનચુસિંહ કટારા, (..૨૬,)( રહે. મુળ ઉદયગઢ (કનાસ), હટુ ફળીયા, તા.જોબટ, થાણા - ઉદયગઢ (કનાસ) જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ હાલ રહે.સુરગપુરા, ઘનશ્યામભાઇ પટેલની વાડીએ તા.જી.અમરેલી) સુમરૂ ઉર્ફે રમેશ ખેલુ બારીયા( ..૨૫)(, રહે. મુળ ફુરતલાવ (બડી), ભાભરીયા ફળીયા, તા.જોબટ, થાણા - બોરી જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ હાલ રહે.પીપરીયા ગામની સીમ, મુકાભાઇ પટેલની વાડીએ તા.લાઠી જી.અમરેલી )કલમસિંહ ઇડીયાસિંહ કાવડ(, ..૨૩) ( રહે. મુળ છોટી જામલી, લીંમડી ફળીયા, તા.જોબટ, થાણા - ઉદયગઢ(કનાસ) જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ હાલ રહે.પીપરીયા ગામની સીમ, ઘનાભાઇ ડોબરીયાની વાડીએ તા.લાઠી જી.અમરેલી ) ની ધરપકડ કરી તપાસ હાથ ધરતા તેમના કબ્જા માંથી લુંટ દરમ્યાન તફડાવેલો સંપૂર્ણ મુદામાલ રીકવર કરી તમામ ને લાઠી પોલીસ માં સોપી આગળ ની કાર્યવાહી હાથ ધરવા માં આવી હોવાનું જાણવા મળે છે

લુટારૂ ટોળકી ને સફળતા પૂર્વક પકડીપાડનાર એલ સી બી ટીમ ના ઇન્સ ડી કે વાઘેલા ના જણાવ્યા મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબ ના માર્ગદર્શન મુજબ લુંટ ના આરોપી ઝડપવા ટીમ કામે લાગી હતી

(8:39 am IST)