Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ભરૂચ:ભાડભૂત બેરેજ યોજના માટે આવેલા અધિકારીઓનો કાળા વાવટા ફરકાવી વિરોધ

ભરૂચના ભાડભૂત બેરેજ યોજના માટે આવેલા અધિકારીઓને માછીમારોએ કાળા વાવટા ફરકાવી ભગાડયા હતા

 સરકારની ખાત્રી સમિતિના ૧૦ જેટલા ધારાસભ્યો અને અધિકારીઓ દ્વારા ભાડભૂત બેરેજ યોજનાની સાઈટ પર વિઝિટ લેવા આવતા અધિકારીઓએ બે બોટ ખુરશીઓ સાથેની તૈયારીઓ કરેલી હતી અને તે લોકો કામની ચકાસણી કરવા કાસવા-સમની ગામે આવતા સેંકડો માછીમારોએ સેંકડો બોટો લઈ પહોંચી જતાં માછીમારોએ કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો  હતો

 તમામ એમ.એલ.એ. અને અધિકારીઓ તથા પોલીસો સાથે સંઘર્ષમાં ઉતારતાં જેથી તમામ એમ.એલ.એ. અને અધિકારીઓ બોટમાં પણ બેસી શક્યા નહી કે કોઈ ખાત્રી કે વિઝિટ લઇ શક્યા નહીં અને તે લોકોએ વીલા મોઢે પરત ફરવું પડ્યું હતું .

 

(9:54 pm IST)