Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ચિત્રા જી.આઇ.ડી.સી.માંથી વિદેશી દારૂ સાથે ધર્મેન્દ્રસિંહને ઝડપી લેતી ભાવનગર એસઓજી પોલીસ:મુદામાલ જપ્ત

ભાવનગર  : ભાનગરના ચિત્રા જીઆઇડીસી પાસેથી ભારતીય વિદેશી દારૂની બોટલો સાથે આરોપી ધર્મેન્દ્રસિંહને ભાવનગર એસઓજીએ ઝડપી લઈને કુલ 53 હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે

   ભાવનગર શહેર -જીલ્લામાંથી પોલીસ અધિક્ષક પી.એલ.માલએ ભાવનગર જીલ્લામાંથી દારૂ/જુગારની બદી નાબુદ કરવા હાથ ધરેલ ઝુંબેસના ભાગ રૂપે એસ.ઓ.જીના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફે ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ કોન્સ.પ્રદીપસિંહ ગોહીલને મળેલ બાતમી આધારે ચિત્રા જી.આઇ.ડી.સી. માંથી મારૂતી વાન રજીસ્ટ્રેશન નંબર GJ-5-AR-3731 માં રાખેલ ભારતીય વિદેશી દારૂની બોટલ નંગ-૮૪ તથા બીયર ટીન નંગ-૭૨ કુલ કિ.૪૩,૬૦૮ સહિત કુલ કિ ૫૩,૬૦૮ ના મુદ્દામાલ સાથે આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે જીણકુભા જીતુભા રાઠોડ(ઉ.વ.૩૧ ) ( રહેવાસી- દેસાઇનગર, રામાપીરના મંદીરની બાજુમાં ભાવનગર)ને પકડી પાડી મજકુર આરોપી સામે પ્રોહી. એકટ તળે કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.                            

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમારની સુચનાથી  પોલીસ હેડ કોન્સ.અનિરૂધ્ધસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ.પ્રદીપસિંહ ગોહીલ તથા ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા શરદભાઇ ભટ્ટ તથા મુકેશભાઇ પરમાર તથા અબ્બાસઅલી જોડાયા હતા

 

(7:59 pm IST)