Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

અર્જુનભાઇ મોઢવાડીયા લોકસભાની ચુંટણીની તૈયારી કરવા ખોટા આક્ષેપો કરે છેઃ પોરબંદર સુદામા ડેરીના ડાયરેકટરો

ડેરી શરૂ થઇ ત્યારથી જરૂરી મંજુરી મેળવી છેઃ કશુ ખોટુ કર્યુ નથીઃ સુદામા ડેરી દ્વારા બોલાવેલ પત્રકાર પરીષદમાં ખુલાસો

પોરબંદર, તા., ૨૬: સુદામા ડેરીના ચેરમેન અરજણભાઇ ભુતીયા અને વાઇસ ચેરમેન વીરમભાઇ કારાવદરાએ પત્રકાર પરીષદ યોજીને ખુલાસો કહેલ કે સુદામા મંડળીએ કશું ખોટું કર્યુ નથી. આગામી લોકસભાની ચુંટણીની અર્જુનભાઇ મોઢવાડીયા તૈયારી કરતા હોય ખોટા આક્ષેપો કરે છે.

સુદામા ડેરી અને કુતીયાણાની કામધેનુ ડેરીના ડાયરેકટરો-હોદેદારોએ પત્રકાર પરીષદમાં જણોવલ કે જયારથી સુદામા ડેરી શરૂ થઇ ત્યારથી જરૂરી મંજુરી મેળવી છે. પોરબંદરમાં ૩૦૦ જેટલી સહકારી મંડળી છે. જેમાં ૧૬ હજાર પરીવારો કામ કરી રહેલ છે. ત્યારે પશુપાલકોને પુરતો ભાવ ન મળે તેમજ ગ્રામ્ય પંથકની ડેરીઓ બંધ કરાવવા અર્જુનભાઇ પ્રયાસ તથા ડેરી બંધ કરાવવા રાજકારણ રમી રહયા છે. જયારે બાબુભાઇ બોખીરીયાએ પડકાર ફેંકયો હતો કે આક્ષેપો પુરવાર થશે તો રાજકારણ છોડી દઇશ નહી તો અર્જુનભાઇ રાજકારણ છોડે. જે ચેલેન્જ અર્જુનભાઇએ સ્વીકારી છે. ડેરીના ડાયરેકટરોએ જણાવેલ કે અમુલ વિશ્વની મોટી ડેરી છે અને જેની મંજુરી મેળવી છે. સહકારી સંઘ પાસે પુરતુ ભંડોળ ન હોય સુદામા ડેરી આ પ્રોજેકટ તૈયાર કરી શકે તેમ ન હોય કુતિયાણાની કામધેનુ ડેરી સાથે કરાર કરેલ છે. જે અમદાવાદની પાર્ટી છે. અર્જુનભાઇ લોકસભાની ચુંટણી લડવા માંગે છે અને ચુંટણીની તૈયારી કરવા ડેરી બંધ કરાવવાનું રાજકારણ રમી રહયાનું સુદામા ડેરીના વાઇસ ચેરમેન વીરભાઇ કારાવદરાએ જણાવેલ છે.

(4:22 pm IST)