Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

અમુલના ખાનગીકરણ પ્રશ્ને ભાજપ જન આંદોલનનો સામનો કરવા તૈયાર રહેઃ અર્જુનભાઇ મોઢવાડિયા

પોરબંદર તા.૨૬: અમુલના ચોકલેટના પ્લાન્ટનું ઉદ્દઘાટન કરવા વડાપ્રધાન શ્રી ૩૦મી તારીખે આણંદ જિલ્લામાં આવે તે પહેલાં ખાનગીકરણ રોકવા ભાજપ સરકાર પગલા લે નહીંતો કાનુની અને જનઆંદોલનનો સામનો કરવા તૈયાર રહે તેમ પુર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવેલ છે.

 અમુલનું પાછલા બારણેથી ખાનગીકરણ કરીને રૂ. ૪૧ હજાર કરોડનો કારોબાર પચાવી પાડવાનું કાવત્રું ભાજપ સરકાર અને 'અમુલ'ના ભાજપ સમર્પિત વહીવટી તંત્રના સમર્થનથી પાર પાડી ચુકયું છે. તેવા આક્ષેના જવાબમાં પોરબંદર દૂધ સંઘ દ્વારા પત્રકાર પરિષદમાં પડકારવાને બદલે નવા વધારાના દસ્તાવેજો રજુ કરીને અમુલનું 'કામધેનુ પેટર્ન' ઉપર ખાનગીકરણ થયું હોવાનું સ્વીકાર કરી લીધો હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખશ્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવ્યું હતું. અને આ ખાનગીકરણમાં ભાજપ સરકાર અમુલ અને પોરબંદર દૂધ સંઘના નિયામક મંડળે ભૂમિકા હોવાનું અર્જુનભાઇએ ઉમેર્યુ હતું.

પોરબંદર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન, મેનેજીંગ ડીરેકટર અને નિયામક મંડળના સભ્યશ્રીઓએ પત્રકાર પરિષદમાં 'કામધેેનુ એન્ટરપ્રાઇઝ' નામની  કંપની દૂધનું પ્રોસેસીંગ અને પેકેજીંગ કરવા માટે પોરબંદર દૂધ સંઘ અને કામધેનુ કંપની દ્વારા થયેલ કરારની નકલ રજુ કરી છે તેમાં દૂધ પેકેજીંગ અને પ્રોસેસીંગ કર્ન્વજન કોસ્ટ રૂ. ૨.૪૪ પ્રતિ લીટર થવાની સાથે કામધેનુ'ને રૂ. ૧.૧૭ પ્રતિ લીટર કમીશન આપવાની વાત સ્વીકારી લીધી છે. સંઘની 'અમુલની તા. ૧૮-૪-ર૦૧૮ની નિયામક મંડળની કાર્યવાહીની નોંધમાં સ્પષ્ટ જણાવાયું છે કે  'કામધેનુ'ના પ્લાન્ટ દ્વારા થર્ડ પાર્ટી વચેટીયા દ્વારા અમુલ બ્રાંડનું પ્રોસેસીંગ પેકેજીંગ કરાવી શકાય નહીં, પોરબંદર દૂધ અમુલ દ્વારા પેકેજીંગ પ્લાન્ટ બનાવવાની મંજુરી પોરબંદર દૂધ સંઘને પોતાને આપેલ છે. સંઘે પોતે જ પોતાની માલીકીનો પ્લાન્ટ સ્થાપવો જોઇએ અથવા તો થોડા સમય પુરતો ભાડે લઇ શકે. અમુલના ઠરાવમાં સ્પષ્ટ જણાવેલ છે કે ગુજરાતમાં 'અમુલ પેટર્ન' પ્રમાણે ગુજરાતમાં કયાંય થર્ડ પાર્ટી એટલે કે મીડલમેન મારફતે પેકેજીંગ-પ્રોસેસીંગ કરાવી શકાય નહીં. છતાં પોરબંદર સંઘે કામધેનુના લાભાર્થે અમુલના ઠરાવ પછી પણ તા. રપ-૮-ર૦૧૮ના રોજ રાજય રજીસ્ટ્રાર કે અમુલની મંજુરી વગર નવો કરાર કર્યો છે.

અમુલ પાસે આ કરારને પાછલી અસરથી સ્વીકારવાની વાત આવી ત્યારે અમુલના નિયામક મંડળે 'વચેટીયા' મારફતે પેકેજીંગ કરવાની ના પાડીને પોરબંદર સંઘને પોતાનો નવો પ્લાન્ટ ઉભો કરવાની અથવા ખરીદી લેવાની સુચના આપી. છતાં અમુલના એ.ડી. શ્રીએ પોતાની ટેકનીકલ ટીમ મોકલીને પોરબંદર સંઘ માટે કામધેનુના પ્લાન્ટ નું રૂ. ૧૯.પ૦ લાખ પ્રતિ માસ ભાડું ઠરાવી આપ્યું. પોરબંદર સંઘે કામધેનુની માંગણી મુજબ રૂ. ૭૦ લાખનું ભાડું મંજુર કરવા રાજય રજીસ્ટ્રારશ્રી પાસે મંજુરી માંગી, સહકાર મંત્રીશ્રી આ માટે મીટીંગ પણ બોલાવી અને અમુલને નિર્ણય લેવા જણાવ્યું. અમુલના નિર્ણયની રાહ જોયા વગર જ પોરબંદર સંઘે તા. રપ-૯-ર૦૧૮ના રોજ ફરીથી કામધેનુ સાથે નવો કરાર કરીને પ્લાન્ટ ૧૦ વર્ષ માટે રૂ. ૧૧૭/- પ્રતિ લીટરના કમીશનથી પોરબંદર સંઘને પેકેજીંગ કરવાનું ઠરાવ્યું. વીજળી, ટ્રાન્સપોર્ટ વગેરે સહિત આ કમીશન પ્રમાણે દૂધનું પ્રોસેસીંગ-પેકેજીંગ રૂ. ર.૪૪/- પ્રતિ લીટરના ભાવે પડવાનું છે. જે અગાઉ કરેલા કરાર કરતાં પણ રૂ. ૩૯ પૈસા મોંઘું છે. તેમ અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવેલ છે.

(4:22 pm IST)