Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

મોરબીમાં પણ ઇન્કમટેક્ષ દ્વારા સર્ચ ઓપરેશન

વિનાયક કોર્પોરેશન અને બિલ્ડર ઝપટેઃ મોટા બેનામી વ્યવહાર ખુલવાની શકયતા

મોરબી સુધી આયકરની તપાસ : રાજકોટમાં આઈટી વિભાગે આજે સવારથી બિલ્ડરો અને ફાયનાન્સ પેઢીઓના ૪૪ ઠેકાણાઓ ઉપર તપાસ આદરી છે. આ સર્ચ ઓપરેશન મોરબી સુધી પહોંચ્યું છે. મોરબીના સાવસર પ્લોટ ખાતે આવેલ શ્રી વિનાયક કોર્પોરેશનમાં પણ રાજકોટના દરોડા સંદર્ભે તપાસ થઈ રહી છે.

મોરબી તા.૨૬: રાજકોટમાં આજે સવારથી ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા બિલ્ડરો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે ત્યારે મોરબીમાં પણ ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

મોરબીના રામ ચોક નજીક આવેલી વિનાયક કોર્પોરેશન નામની ઓફીસમાં ઇન્કમટેક્ષ ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે પોલીસના બંદોબસ્ત સાથે આઇટી વિભાગની ટીમ ઓફીસના હિસાબોના સાહિત્ય ચકાસી રહી છે અને સર્ચ બાદ બેનામી સંપતિ મળી છે કે કેમ તેની સત્તાવાર માહિતી આપવામાં આવશે તેવી માહિતી આઇટીના સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે તો રાજકોટ બાદ મોરબીમાં પણ આઇટી વિભાગે સર્ચ શરૂ કરતા બીલ્ડર લોબીમાં દોડધામ મચી છે.

આ ઉપરાંત બિલ્ડર જયંતિભાઇ રાજકોટિયાને ત્યાં પણ ઇન્કમટેક્ષ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ સર્ચ ઓપરેશન દરમિયાન મોટી કરચોરી ખુલે તેવી શકયતા છે.

(4:21 pm IST)