Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ભાવનગર આરઆરસેલ ત્રાટકીઃ ૧૪૭૯૨ વ્હીસ્કીની બોટલ સાથે ર૦ લાખથી વધુનો દારૂ ઝડપાયોઃ નાસેલાની શોધખોળ

આઇજીપી નરસિમ્હા કોમારના માર્ગદર્શનમાં સફળતાઃ લોકોને બાતમી આપવા આગળ આવવા અપીલ

રાજકોટ, તા., ર૬: ભાવનગર રેન્જ આઇજીપી નરસિમ્હા કોમારની સુચના મુજબ ભાવનગર રેન્જ આરઆરસેલના પો.સ. ઇન્સ. ડી.બી.વાઘેલા તથા પોલીસ ઇન્સ્પેકટર પી.વી.જાડેજા તથા આઇજીપી કચેરી સ્ટાફના પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે  ચોક્કસ હકીકત મળેલ કે તળાજા તાલુકાના સાંકડાસર નં. ર ગામે રહેતા હરીભાઇ તેજાભાઇ ભરવાડ તથા ઘોઘાભાઇ ભરવાડ બંન્નેએ હરેશભાઇ તેજાભાઇ ભરવાડની વાડીના શેઢે જાડી ઝાંખરા વચ્ચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઉતારેલ છે.

ેજે હકીકત મળતા પંચો સાથે પ્રાથમીક પંચનામુ કરી બંન્ને સરકારી વાહન તથા પંચો સાથે સાંકડાસર નં. ર ગામે મેલડી માતાજીના મંદિર જવાના કાચા રસ્તે આવેલ હરીભાઇ તેજાભાઇ ભરવાડની વાડીએ  ર૧.૩૦ વાગ્યે રેઇડ કરતા બે-ત્રણ માણસો પોલીસની ગાડી જોઇ વોકળામાં થઇ અંધારાનો લાભ લઇ નાસી ગયેલા.

આરોપી હરીભાઇ તેજાભાઇ ભરવાડ રહે. સાંકડાસર નં. ર ની સીમમાં મેલડી માતાજીના મંદિરના રસ્તે આવેલ વાડીએથી એક હિરો હોન્ડા મો.સા. જી.જે. ૪ બીએન ૯૧૩૪ તથા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ભરેલ પેટીઓ નંગ-૪૬૯ કુલ બોટલો નંગ પ૬પ૮ કિ. રૂ. ર૦,રપ,પ૬પ તથા મો.સા. કિ. રૂ. રપ૦૦૦ મળી કુલ રૂ. ર૦,પ૦,પ૬પ નો મુદામાલ કબ્જે કરી તળાજા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી કરાવેલ છે.

(૧) રોયલ ચેલેન્જ વ્હીસ્કી ૭પ૦ એમએલ સીલપેક બોટલો નંગ ૧૧૭૭ (ર) મેકડોવેલ નં. ૧ વ્હીસ્કી ૭પ૦ એમએલ સીલપેક બોટલો નંગ ૯ર૩ (૩) એપીસોડ વ્હીસ્કી ૭પ૦ એમએલ સીલપેક બોટલો નંગ ૩પપ૮ (૪) હિરો હોન્ડા મો.સા. જી.જે. ૪ બીએન ૯૧૩૪ સહીત કુલ મુદામાલ કિંમત ૩,રપ,૦૦૦ છે.

આરોપી હરીભાઇ તેજાભાઇ ભરવાડ તથા ઘુઘાભાઇ ઘુસાભાઇ ભરવાડ રહે. બંન્ને સાકડાસર નં.ર તાલુકો તળાજા વાળાઓ રાત્રીના અંધારાનો લાભ લઇ વાડીના શેઢે આવેલ વોકળાની સામી બાજુ નાસી ગયેલ છે.

ભાવનગર રેન્જ વિસ્તારના ભાવનગર, અમરેલી તથા બોટાદ જીલ્લામાં દારૂ-જુગાર જેવી કોઇ ગેરકાયદેસરની પ્રવૃતી ચાલતી હોય તો ભાવનગર રેન્જ આઇજીપી  શ્રી કચેરી કંટ્રોલરૂમ ફોન ૦ર૭૮-રપ૧૦૮૧૦ ઉપર જાણ કરવા આઇજી નરસિમ્હા કોમારે કરી છે.

(3:55 pm IST)