Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ગોંડલમાં વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય ગુજારનાર શિક્ષક જેલ હવાલે

લંપટ શિક્ષક સંદીપ દાણીધારીયા સામે પુરાવા એકત્ર કરવા પોલીસની કવાયત

રાજકોટ, તા. ૨૬ :. ગોંડલમાં ૪ વર્ષના બાળક પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય ગુજારનાર લંપટ શિક્ષકને જેલહવાલે કરાયો હતો. બીજી બાજુ પોલીસે આ શિક્ષક સામે પુરાવા એકત્ર કરવા કવાયત હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જૈન સંસ્કાર સ્કૂલના એલકેજીના વિદ્યાર્થી દ્વારા શાળાના ગણિતના શિક્ષક સંદીપ દાણીધારીયા વિરૂદ્ધ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય ગુજાર્યાની ફરીયાદ કરાતા પોલીસે ગણતરીની કલાકોમાં જ ગણિતના શિક્ષકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી અને માસુમ બાળકને મેડીકલ ચેકઅપ માટે પ્રથમ ગોંડલ તેમજ વધુ ચેકઅપ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

માસૂમ બાળક અને તેના પરિવારજનોના બયાનમાં પોલીસને વિરોધાભાસ જણાતો હોય આજે તપાસનીશ અધિકારી પીએસઆઈ વસાવા, રાઈટર પ્રભાતસિંહ સહિતનાઓ સ્કૂલે દોડી જઈ બે ડઝનથી વધુ લોકોના નિવેદનો લઈ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફુટેજની ચકાસણી હાથ ધરી છે.

દરમિયાન પકડાયેલ શિક્ષક સંદીપને ગત સાંજે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. પોલીસે આ શિક્ષક સામે પુરાવા એકત્ર કરવા સીસીટીવી ફુટેજની ચકાસણી હાથ ધરી છે.(૨-૬)

(12:20 pm IST)