Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

જૂનાગઢ જેલની મુલાકાતે વિદ્યાર્થીઓ

જૂનાગઢ : જૂનિયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત લો કોલેજ તેમજ એન.આર.વેકરીયા માસ્ટર ઓફ લો કોલેજના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક હેતુ સબબ જૂનાગઢ જેલની મુલાકાત લીધેલ. આ જેલની મુલાકાત દરમિયાન શ્રી ચાવડાએ વિદ્યાર્થીઓને જેલના કેદીઓ વિશે તેમજ જેલ અંગે માર્ગદર્શન આપેલ. ટ્રસ્ટના પ્રમુખ નાનજીભાઇ વેકરીયા તેમજ લો કલેજના પ્રિન્સીપાલ ડો.લતાબેન કારીયા, ડો.લતા મુલચંદાણી તેમજ લો પરિવારે જેલ મુલાકાત લેવાની પરવાનગી આપવા બદલ જેલના અધિકારીઓનો તેમજ સ્ટાફનો આભાર વ્યકત કરેલ છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)(૪૫.૩)

 

(12:19 pm IST)