Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં કલબફ્રુટ કલીનીકની બીજી વર્ષગાંઠની ઉજવણી

જૂનાગઢ, તા.૨૬:  જૂનાગઢ જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ સંચાલીત સિવીલ હોસ્પીટલ જૂનાગઢ ખાતે આરોગ્ય અને સ્વાસ્થ્ય મંત્રાલય ભારત સરકાર અને રાજય સરકારનાં આરોગ્ય વીભાગ તેમજ કયોર કલબફુટ કલબ ગુજરાતનાં સંયુકત ઉપક્રમે બે વર્ષ અગાઉ  માસે જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજની હોસ્પીટલ ખાતે શરૂ કરવામાં આવેલ કલબફુટ  જેને આજે બે વર્ષનો સમય થતા આ કલીનીક કેન્દ્રની દ્વિતિય વર્ષગાંઠ ઉજવણી નિમિતે મેડીકલ કોલેજનાં ડીન ડો એસ.પી. રાઠોડ, સિવીલસર્જન ડો. મકવાણાએ ઉપસ્થિત રહી કલ્બફુટની કલ્યાણકારી પ્રવૃતિની સરાહના કરી હતી. ઓર્થો સર્જન ડો. નિકુંજ ઠુમરે બે વર્ષનાં સમયગાળા દરમ્યાન ૨૦૦ જેટલા કલબફુટનાં બાળકોની સારવાર અને કાઉન્સેલીંગ કર્યા જેમાંથી આજે ૧૨૦ જેટલા બાળકો હસતા-ખેલતા દોડતા થયા છે.

જયારે બાકીના બાળકોની સારવાર ચલાવવામાં આવી રહી છે. કાઉન્સીલર ડી.પી.સી. શોભનાબેન દેસાઇએ કલબફુટ બાળકોનાં વાલીઓને સમયસર કાઉન્સેલીંગ કરી અને લોકજાગૃતિ કેળવી પ્રશસંનિય કાર્ય કર્યુ છે.

આ પ્રસંગે ડીન ડો. રાઠોડે કલબફુટ કલીનીકનાં ઘોડયાનું રીબનકાપીને ઉદદ્યાટન કર્યુ હતુ. ઓર્થો સર્જન ડો. નિકુંજ ઠુમર અને કયોર ઈન્ડીયા સંસ્થા તથા શોભનાબેન દેસાઇને મહાનુભાવોના હસ્તે  પ્રમાણપત્ર અપાયા હતા. કાર્યક્રમ દરમ્યાન એ.એસ.એ. ભગીરથ, નિવાસી મેડીકલ ઓફીસર ડો. સોલંકી, ઈનચાર્જ સીસ્ટર્સ, કલબફુટની સંપુર્ણ સારવાર મેળવનાર ૨૦ જેટલા બાળકો, કલ્બફુટ કલીનીકમાં સારવાર કરાવતા બાળકોનાં વાલીઓ, સિવીલ હોસ્પીટલનાં ઓર્થો સર્જન ડો. પાલાભાઇ લાખણોત્રા, કયોર ઈન્ડીયા સંસ્થાનાં સૌરાષ્ટ્ર વિભાગ ની તમામ ડી.પી.સી  ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રોગ્રામ મેનેજર રોબીન મેકવાન, શોભનાબેન અને કયોર ઈન્ડીયા સંસ્થાનાં કર્મયોગીઓએ જહેમત ઉઠાવી હતી.(૨૨.૪)

(12:18 pm IST)