Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

જામનગરમાં અટલજીની પ્રથમ માસિક પુણ્યતિથિએ કાવ્યાંજલી

 જામનગર : અટલજી રાજનેતા ઉપરાંત કવિ પણ હતા. તેઓએ અનેક કાવ્યની રચના કરેલ છે. તેઓની માસિક પુણ્યતિથિના દિવસે ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા કાવ્યાંજલીનું આયોજન કરવામાં આવેલ. જેમાં ખ્યાતનામ કવિ મનોજ જોશી, દિનેશ માવલ, ડો.કેતનભાઇ કારીયા, આદિત્ય જામનગરી, કવ્યતરી ડો.પશમીનાબેન તથા સુપ્રસિધ્ધ ગાયક ડોલરભાઇ મેતા દ્વારા અટલજી રચિત કવિતાઓ રજૂ કરવામાં આવેલ.જિલ્લા પ્રભારી ધનસુખભાઇ ભંડેરી, ભાજપ શહેર પ્રમુખ હસુભાઇ હિંડોચા,  સાંસદ પૂનમબેન માડમ, મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષભાઇ જોશી, શાસક પક્ષ નેતા દિવ્યેશભાઇ અકબરી, દંડક જડીબેન સરવૈયા, મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજા, પ્રકાશભાઇ બામણીયા, વિમલ કગથરા, શિક્ષણ સમિતિ ચેરમેન વસંતભાઇ ગોરી, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, પૂર્વ પ્રમુખ અશોકભાઇ નંદા, શહેર ઉપાધ્યક્ષ આશિષ કંટારીયા, શિક્ષણ સમિતિના સભ્ય નીતીનભાઇ માડમ, મૂકેશભાઇ દશાણી, મધુભાઇ ગોંડલીયા, મનીષભાઇ કનખરા, મનહરભાઇ ત્રિવેદી, વિનોદભાઇ ખીમસુરીયા, મહિલા મોરચાના શારદાબેન વિંઝુડા, મોનીકાબેન વ્યાસ, ડયાબેન, જયોતિબેન ભારવડીયા, કૃષ્ણબેન સોઢા, અલ્કાબા જાડેજા સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ખુમાનસિંહ સરવૈયા તથા બિમલભાઇ ઓઝા દ્વારા કરવામાં આવેલ. કાવ્યાંજલીમાં કવિતા રજૂ કરતા કવિઓની તસ્વીર.(૪૫.૨)

(12:17 pm IST)