Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

કોટડાસાંગાણી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં રેશનીંગનું રાશન પુરતુ ન ફાળવતા રોષ

કોટડાસાંગાણી, તા.૨૬: કોટડાસાંગાણી તાલુકાના અમુક ગામોમા ગરીબોને રાશન નહી મળતા ગરીબોની મુશ્કેલીમા વધારો થયો છે તેથી તાલુકા પંચાયત દ્વારા આ અંગે મામલતદારને આવેદન પાઠવાયુ છે. કોટડાસાંગાણી તાલુકા પંચાયત દ્વારા મામલતદારને આવેદન પાઠવી રજુઆત કરેલ છે કે તાલુકાના ગામોમા સસ્તા અનાજનુ વિતરણ કરતી સહકારી કેન્દ્રોમા ઘણા દિવસોથી પુરતા પ્રમાણમા અનાજનો જથ્થો ન આવતો હોવાથી ગામમા રહેતા ગરીબોને અનાજ વિતરણ થઈ શકતુ નથી તેથી ગરીબ લોકોને પોતાનુ જીવન જીવવુ મુશ્કેલ બન્યુ છે અને અનાજ મેળવવા બાયોમેટીક લેવામા આવે છે જેથી અનેક ૬૦ વર્ષથી વધુ ની ઉંમરના લોકોને ફિંગર મેચ થતા નથી અને ફિંગર મેચ થવામા બહુ મુશ્કેલી પડે છે અને દસ દસ વખત ધક્કા ખાવા છતા.ફિંગર મેચ થતા નથી તેથી તેઓને વિતરક દ્રારા અનાજ અપાતુ નથી તો આના માટે પણ કોઈ અન્ય વિકલ્પ કરવામા આવે તે જરૂરી બન્યુ છે સાથેજ તાલુકાના છેવાડાના ગામોમા નેટ પ્રોબ્લેમના કારણે પણ ફિંગર આવી શકતુ ન હોવાથી પણ રાશન મળતુ નથી અને સાંઢવાયા બગદડિયા દેતળીયા સતાપર રામોદ નાના મોટા માંડવા વાદિપરા કરમાળ પીપળીયા સહિતના ગામોમા પુરતો પુરવઠો નહી આવતો હોવાથી ગરીબોને પડ્યા પર પાટુ જેવી સ્થિતી સર્જાઈ તેથી જરૂરી સ્ટોક રાશન ધારકોને મળે તે માટે  યોગ્ય વ્યવસ્થા કરવા તાલુકા પંચાયત દ્વારા મામલતદારને રજુઆત કરી હતી.

મામલતદાર સી જી પારખીયા નો સંપર્ક કરતા જણાવેલ કે તાલુકાના ગામ બગદડિયા સતાપર માણેકવાડા વેરાવળ રામોદ રાજપરા સહીતના અમુક ગામોમા રાશન વિતરણની દુકાન ધારકોએ ત્રણ મહીનામા મેન્યુલી (ફુડ કુપન) વગર રાશનકાર્ડ ધારકોને રાશન વિતરણ કર્યુ હોવાથી ત્રણ મહીનામા જેટલો સ્ટોક ઓનલાઈન જમા બતાવેલ હોવાથી જથ્થો તે પ્રમાણે આપેલ છે અને અમે પુરક પરમીટ માટે રાજકોટ પુરવઠા વિભાગ અને ગાંધીનગર ખાતે રજુઆત કરેલ છે ત્યાથી પરમીટ મળસે તો વધુ જથ્થો સસ્તા અનાજની દુકાન ધારકોને આપવામા આવશે.

(12:15 pm IST)