Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

દામનગરમાં મહોરમ પર્વની ઉજવણી

 દામનગરઃ શહેરમાં ઇમામ હુસૈન તાજીયા તહેવાર જબરજસ્ત ઉલ્લાસભર ઉજવવામા આવેલ આ તકે દામનગર શહેરના તમામ જ્ઞાતિના લોકો આ તહેવારમાં જોડાઇ કોમી એકતાના પણ દર્શન કરાવેલ. આ પ્રસંગે ઉપર દામનગર શહેર પ્રમુખશ્રી પ્રિતેશભાઇ નારોલા તથા લાઠી તાલુકાના કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી રાજુભાઇ નારોલા દ્વારા તાજીયા જુલુસ મેઇન બજારમાં પધારતા ઠંડા-પીણાનુ વિતરણ કરેલ આમ આ તાજીયા જુલુસ દ્વારા દામનગર શહેરમાં કોમી એકતાનુ  સ્પષ્ટ ચિત્ર પણ ઉપસી આવેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ વિમલ ઠાકર)(૧૧.૩)

(12:14 pm IST)