Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

જામજોધપુર યાર્ડમાં ચિમનભાઇ શાપરીયા પ્રેરીત ભાજપ પેનલ વિજેતા

જામજોધપુરઃ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં સહકારી પેનલના બે માંથી ર વેપારી પેનલના ચાર માંથી ચાર ખેડૂત પેનલના આઠ માંથી સાત ગણતા કુલ ૧૪ ઉમેદવારો માંથી તેર ઉમેદવારો જંગી બહુમતી થી વિજય બન્યાં છે. ચૂંટણી જીતવા કોંગ્રેસે ઘણો પ્રયાસ કરેલ મત રદ કરાવવા હાઇકોર્ટમાં ગયા હતા. જામજોધપુર તાલુકામાં ખોટા આક્ષેપો કરી કોંગ્રેસના ધારાસભ્યએ ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી લેવાનું બંધ કરાવેલ તેનો જવાબ જામજોધપુર તાલુકાના ખેડૂતોએ આપેલ છે. વિજયને ચિમનભાઇ સાપરિયાએ સત્યનો વિજય ગણાવી, ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વરેલા સોૈ આગેવાનો મતદારોનો આભાર વ્યકત કરેલ હતો તેમજ ઢોલ, ફટાકડા ફોડવામાં આવ્યાં હતા.(તસ્વીર-અહેવાલઃ દર્શન મકવાણા, જામજોધપુર) (૧.૯)

(12:13 pm IST)