Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ઉના પાલિકાની એક બેઠકની પેટાચૂંટણીમાં ૩૯.૧૦ ટકા મતદાનઃ આવતીકાલે મત ગણતરી

ઉના, તા. ૨૬ :. નગરપાલિકાની ૧ બેઠકની પેટા ચૂંટણીમાં મતદારો નિરસ, માત્ર ૩૯.૧૦ ટકા મતદાન થયુ તા. ૨૭મીએ કાલે ગણતરી યોજાશે.

ઉના નગરપાલિકાના વોર્ડ નંબર ૨ ની એક બેઠકની પેટા ચૂંટણી આજરોજ પાંચ મતદાન કેન્દ્રો ઉપર સવારે આઠ વાગ્યાથી શાંતિપૂર્વક મતદાન શરૂ થયુ હતું. સાંજે ૫.૦૦ વાગ્યા સુધીમાં કુલ ૪૭૧૩ મતદારોમાંથી ૧૦૦૬ પુરૂષો અને ૮૩૭ સ્ત્રી મતદારોએ મતદાન કરતા ૧૮૪૩ મતો પડયા હતા. સાવ કંગાળ મતદાન ૩૯.૧૦ ટકા મતદાન થયુ હતુ. જાણે મતદારોને આ પેટા ચૂંટણીમાં રસ ન હોય તેમ દરેક મતદાન મથકો ઉપર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી.

ગત ચૂંટણી ૨૦૧૫માં જ્યારે વોર્ડ ૨ માં મતદાન થયેલ ત્યારે ૬૮.૫૩ કા જેવુ મતદાન થયુ હતું. આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સુરૈયાબેન અલીમહમદ શેખ તથા અપક્ષ ઉમેદવાર રીયાઝ અલીમહમદ કાસમાણીનું ભવિષ્ય ઈવીએમ મશીનમાં પુરાઈ ગયુ છે. આ મતદાનની મત ગણતરી આવતીકાલે તા. ૨૭મીને ગુરૂવારે સવારે ૯.૦૦ કલાકે પ્રાંત કચેરીના સભાખંડમાં ચૂંટણી અધિકારીની આગેવાની હેઠળ કરાશે.(૨-૩)

(12:13 pm IST)