Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

કોડીનારનાં દેવળી ગામનાં ભારતીય જવાન હેમખેમ પરત ફરતા હાશકારો

કોડીનાર તા.૨૬: તાલુકાનાં દેવળી ગામનો વતની અને સી.આર.પી.એફ.માં ફરજ બજાવતો યુવાન નરેશભાઇ વીરાભાઇ ચુડાસમા તા.૨૧ના રોજ લાપતા થયેલ હતો.

જે આજે સવારે પોતાના વતન દેવળી ગામે હેમખેમ પરત આવી ગયાનું દેવળી ગામનાં સરપંચ હરીભાઇ બારડે જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ કોડીનારના દેવળી ગામનો નરેશ ચુડાસમા હિંસાગ્રસ્ત જમ્મુ-કાશ્મીર માંથી છત્તીસગઢના રાયપુર કેમ્પમાં બદલી થઇ હતી જેથી તે જમ્મુ થી રીલીવ થઇ છત્તીસગઢના રાયપુર ખાતે હાજર થવા નીકળ્યો હતો આ દરમ્યાન કેટલાક નકશલવાદી જેવા લાગતા લોકોએ નરેશભાઇને કેફી પદાર્થ પાઇને તેનું અપહરણ કર્યુ હતુ બાદ રાત્રીના નરેશભાઇ ભાનમાં આવતા અપહરણકારની ચુંગાલ માંથી નાશી છુટયો હતો. આ બાજુ નરેશ રાયપુર કેમ્પમા઼ હાજર નહી થતા સુરક્ષા એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે નરેશ ભાઇએ છેલ્લે રાત્રીના ૮:૩૦ કલાકે તેમના કુટુંબીને અન્ય એક રીક્ષા ચાલકના ફોન માંથી ફોન કરી સમગ્ર હકીકત વર્ણવી હતી. (૧.૧૨)

 

(12:11 pm IST)