Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

નિકાવા ખાતે જામનગર જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડો. જે. જે. પંડયાના સન્માન અર્થે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ

ધારાસભ્ય શ્રી પ્રવિણભાઇ મુછડીયા તેમજ જીલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણીની ઉપસ્થિતી

નિકાવા તા. ર૬ :.. વય મર્યાદાના કારણે ટુંક સમયમાં નિવૃત થનાર વિખ્યાત તબીબ અને હાલમાં જામનગર જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીની ફરજ બજાવતા ડો. જે. જે. પંડયાના સન્માન અર્થે જામનગર જીલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા તેમજ ગ્રામ પંચાયત નિકાવા દ્વારા જામજોધપુર બાદ સતત નવ વર્ષ સુધી મેડીકલ ઓફીસર તરીકે રહેલ અને બહોળો  ચાહક વર્ગ ધરાવતા કાલાવડ તાલુકાના નિકાવા ગામ ખાતે યોજવામાં આવેલ જેમાં જામનગર જીલ્લાભરના તમામ આરોગ્ય કર્મચારી બહોળી સંખ્યામાં પોતાના અધિકારીશ્રીને સન્માનવા માટે ઉમટી પડયા હતાં. તેમજ નિકાવા તથા આજુ બાજુના ગ્રામજનો પણ પોતાના માનીતા તથા કર્મનિષ્ઠ તબીબને રકતદાન કરી સન્માનીત કરેલ આ તકે કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઇ મુછડીયા, જીલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન માધાણી, આરોગ્ય સમિતિના ચેરમેન રેખાબેન ગજેરા તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન વાઘેલા તથા તાલુકા ઉપપ્રમુખ શ્રી દેવદાનભા કારીયા, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી જે. પી. મારવીયા તથા સરપંચ શ્રી રાજુભાઇ મારવીયા, મુસ્લીમ અગ્રણી સોહિલભાઇ નકાણી, કર્મચારી મંડળના પ્રમુખ વી. પી. જાડેજા તથા જામનગર જીલ્લાના  આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

આ તકે કાર્યક્રમની શરૂઆત કાર્તિક વિદ્યાલયની બાળા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ અને મહાનુભાવ દ્વારા દીપ પ્રાગટયથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ આ તકે ડો. પંડયા દ્વારા જણાવામાં આવ્યું હતું કે ડોકટર કયારે નિવૃત થતા નથી. અને બેટી બચાવો બેટી વધાવો તથા સમાજને કુપોષણ મુકત કરવા સહુને સાથ આપવા આહવાન કરવામાં આવ્યું હતું તથા મારી સેવા સમાજ માટે હમેંશા અવિતરણ પણે ચાલુ રહેશે. તેવું જણાવામાં આવ્યુ હતું. આ તકે નિકાવાના સરપંચ દ્વારા આપેલ સેવાઓને બિરદાવામાં આવી હતી. તેમજ નિકાવાના અગ્રણી નિવૃત શિક્ષક શ્રી સુલેમાનભાઇ આદમાણી દ્વારા ડો. પંડયાની ૧૯૯૧ થી ૧૯૯૯ સુધીની સેવાઓના ખાસ કિસ્સાઓ ને યાદ કરેલ જેઓને તમામ લોકોએ તાળીઓના  ગડગડાટથી વધારેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જામનગર જીલ્લાના તમામ આરોગ્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવેલ હતી. તથા નિકાવાના સરપંચ શ્રી રાજુભાઇ મારવીયા તથા જે. પી. મારવીયાના માર્ગદર્શન થી કાર્યક્રમને સફળ બનાવેલ. (પ-૧૩)

(12:09 pm IST)