Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ગીરગઢડાના નાના ઝાંખીયામાં બંધ મકાનમાંથી ૧.૪ર લાખની ચોરી

તસ્કરો પ૦ હજાર રોકડા અને સોના-ચાંદીના દાગીના ઉઠાવી ગયા

ઉના, તા. ર૬ : ગીરગઢડા તાલુકાના નાના ઝાંખીયા ગામે બંધ મકાનના તાળા તોડી પેટીમાં રાખેલ પ૦ હજાર રોડા તથા સોના-ચાંદીના દાગીના મળી રૂ. ૧ લાખ ૪ર હજાર ૩૦૦ની ચોરી કરી પોલીસને તસ્કરોએ પડકાર ફેંકયો છે.

ગીરગઢડા તાલુકાના નવા ઝાંખીયા ગામે રહેતા રાઘવભાઇ ટપુભાઇ ગોહીલ પોતાના પરિવાર સાથે ઘરના દરવાજાને તાળા મારી બહાર ગામ ગયા હતાં, પરંતુ ૪ કલાક પછી એટલે સાંજે પ વાગ્યે પરત આવતા બંધ મકાનના કોઇ તસ્કરોએ તાળા તોડી રૂમમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલ પતરાની પેટીના તાળા તોડી તેમાં રાખેલ રૂ. પ૦ હજાર રોકડા, સોના-ચાંદીના દાગીના રૂ. ૯ર હજાર ૩૦૦મળી કુલ રૂ. ૧ લાખ ૪ર,૩૦૦ ના મુદામાલની ચોરી થયાની જાણ થતા ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ એ.ડી. દોમડીયા તથા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે. રાઘવભાઇની મરણમૂડી તથા દાગીના ચોરાઇ જતા મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.

વધુ એક બાઇક ચોરાય ગયુ

ઉનામાં જાણે વાહન ચોરો પોલીસને ચેલેન્જ કરતી હોય તેમ મોટર સાયકલની ચોરીના બનાવો વધવા લાગ્યા છે. બે દિવસ પહેલા ઉનાના એસ.ટી. બસ સ્ટેશન પાસે આવેલ એસ.ટી. કોમ્પલેકસમાં દુકાન ધરાવતા રાકેશભાઇ ચીમનલાલ કાનાબારા સવારે પોતાની હોન્ડા સાઇન મોટર સાયકલ જીજે૧૧-એએચ-૩રર૧ પાર્ક કરી દુકાન ખોલી કામ કરતા હતા ત્યારે કોઇ અજાણ્યા શખ્સો રૂ. રપ હજારની કિંમતની મોટર સાયકલ ચોરી કરી નાસી ગયાની ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

પંદર દિવસ પહેલા એક કટલેરીના વેપારીની મોટર સાયકલ પણ ચોરી થઇ ગયાની પોલીસમાં લેખીતમાં અરજી કરતા ઉનામાં મોટર સાયકલ ચોરીના બનાવ બનતા પોલીસ અટકાવે તેવી લોકમાંગણી ઉઠી છે.

(12:05 pm IST)