Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

વઢવાણના રામપરામાં મિત્રની હત્યા કરીને પોતે પણ આપઘાત કર્યો

નિવૃત્ત પીએસઆઇની વાડી ખેડતા ૨ મિત્રો સંજય સોમાભાઇ કોડીયા અને અરવિંદ સાર્દુલભાઇ દેત્રોજાના મોતથી અરેરાટી

વઢવાણ તા. ૨૬ : વઢવાણ તાલુકાનાં રામપરા ગામની સીમમાં મંગળવારે મોડી સાંજે નિવૃત પીએસઆઇની વાડી ખેડતા યુવાને તેના જ મિત્રની ધારીયાનાં ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. બાદમાં પોતે પણ વાડીનીઓરડીમાં દોરડુ બાંધી ફાંસો ખાઇ લેતા ચકચાર ફેલાઇ છે. પોલીસ ટીમ વાડીએ પહોંચી હતી અને લાશને પોસ્ટપોર્ટમ માટે લઇ જવાની કાર્યવાહી હાથ ધરી હતી. બે મિત્રો વચ્ચે એવું તો શું બન્યું કે હત્યા કર્યાબાદ મિત્રને પણ મરવું પડ તે અંગે રહસ્ય અકબંધ છે.

રામપરા ગામમાં નિવૃત પીએસઆઇની વાડી આવેલી છે. આ વાડી રામપરાના જ કોળી અરવિંદભાઇ શાર્દુલભાઇ દેત્રોજા છેલ્લા ચાર વર્ષથી ખેડતા હતા. ગામમાં જ રહેતો ચુવાળીયા કોળી સંજય સોમાભાઇ કોડીયા અને અરવિંદભાઇ બન્ને પોતાની જ્ઞાતિના જ હોય ખાસ મિત્રો હતા. પરંતુ આ બન્ને મિત્રોની લાશ નિવૃત પીએસઆઇની વાડીમાંથી મળી આવતા ચકચાર ફેલાઇ હતી. સંજયની લાશ લોહીલુહાણ હાલતમાં ખાટલામાં પડી હતી. જયારે વાડી ખેડનાર તેના મિત્ર અરવિંદની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં ઓરડીમાં લટકતી હોવાની ગામમાં જાણ થતા દેકારો મચી ગયો હતો. બનાવની ગંભીરતા પામી જોરાવરનગર પીએસઆઇ આર.એ.ઝાલા, બીટ જમાદાર રમેશભાઇ પટેલ સહિતના ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને બારણુ તોડીને બન્ને લાશ બહાર લાવી કાર્યવાહી હાથ ધરી હતી.પરંતુ બન્ને મિત્રના મોત શા માટે થયા, તેમની વચે એવી તે શું ઘટના બની કે, એકને પોતાના જ મિત્રની હત્યા કરીને બીજાએ ગળેફાંસો ખાઇને જીવ ખોવો પડયો.  આ બાબતે રહસ્ય સાથે અનેક અટકળો વહેતી થઇ છે. બનાવનું કારણ જાણવા માટે પોલીસે બન્નેના પરિવારજનોને બોલાવીને પૂછપરછ કરી હતી. પરંતુ કોઇમહત્વની કડી મળી ન હતી.

મિત્રો વચ્ચે એવું તો શું બન્યું કે બંનેને મરવું પડ્યું તેની તપાસ શરૂ રામપરામાં જ રહેતા અરવિંદ અને સંજયને પાક્કી મિત્રતા હતી. ગામમાં તો બન્ને સાથે જ રહેતા પરંતુ એવુ પણ કહેવામાં આવે છે કે, તેઓ બહારગામ પણ બાઇક પર સાથે જ જતા હતા. મંગળવારે બપોરે પણ ગામના લોકોએ બન્નેને સાથે જ વાડી તરફ જતા જોયા હતા. પરંતુ સાંજે લાશ મળી હતી. પ્રથમ પી.એમ. કરાવી લાશ સોંપીશુ, તપાસ કરીશું પોલીસ ટીમે ઘટનાસ્થળે જઇ તપાસ કરી તો અરવિંદની લાશ લટકતી હતી. જયારે સંજયની લાશ ખાટલામાં હતી.

બનાવના સ્થળેથી એક મસાલા સોડા જેવી ખાલી બોટલ અને ગ્લાસ મળી આવ્યા છે. બીજી કોઇ વસ્તુ મળી નથી. હાલ તો બન્ને લાશનું પીએમ કરાવી તેમના પરિવારજનોને સોંપવાનું પ્રથમ કામ કરીશુ. બાદમાં ગુનાની ફરિયાદ લઇ તપાસ કરીશુ. એવું આર.એ.ઝાલા, પીએસઆઇ દવારા જાણવા મળી રહ્યું છે.

બપોરે બંને મિત્રોને બાઇક પર વાડીએ જતાં લોકોએ નિહાળ્યા હતા બંને મિત્રો ઓરડીએ આવ્યા હતા તે લોકોએ જોયું હતું. પરંતુ લાંબા સમય સુધી તેઓ બહાર ન આવતા તપાસ કરાઈ હતી. જોકે, ઓરડી અંદરથી બંધ હતી. જેથી શંકા જતાં તપાસ કરાઇ હતી. ઓરડી બહાર બાઇક પણ પડ હતું ્યુંઓરડી ખોલતા લાશ જોતા હત્યા-આપઘાતની શંકા સેવાઈ છે.  ઓરડી બહારથી બંધ હતી એટલે હત્યાની આશંકા વર્તાઈ રહી હતી.(૨૧.૧૧)

(11:43 am IST)