Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

દેશવ્યાપી બંધમાં સૌરાષ્ટ્ર-કચ્છના મેડિકલ સ્ટોર ધારકો જોડાશે

દવાઓનું ગેરકાયદે ઓનલાઇન વેંચાણ ઉપર પ્રતિબંધ, મુખ્ય માંગ સહિત વિવિધ મુદ્દે અન્યાય થતા શુક્રવારે દવા બજાર બંધ

રાજકોટ તા. ર૬ :.. શુક્રવારે દેશ વ્યાપી બંધના એલાનમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના મેડીકલ સ્ટોર ધારકો જોડાઇને રોષ વ્યકત કરશે.

ભાવનગર

ભાવનગર : ઓલ ઇન્ડીયા કેમિસ્ટ એસોસીએશન દ્વારા તા. ર૮ ને શુક્રવારે સમગ્ર ભારતની દવા બજારનું દેશવ્યાપી બંધ આપવામાં આવેલ છે. ભાવનગર જિલ્લા કેમિસ્ટ એસોસીએશનના પ્રમુખશ્રી પ્રદીપભાઇ મહેતાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ઓનલાઇન દવાઓના વેચાણ ઉપર તાત્કાલીક પ્રતિબંધ મૂકવામાં આવે, તે અતિ મહત્વનો તેમજ ગંભીર મુદો છે. ઇ-ફાર્મસી દવાના વેચાણથી સમાજ વ્યવસ્થા  ઉપર આડી અસર પડે તેમ છે. હિન્દુસ્તાનમાં (૯) નવ લાખ કેમિસ્ટો છે. તેમની સાથે પરિવાર અને કર્મચારીઓને જોડીએ તો (પપ) પંચાવન લાખ લોકો દવાના વ્યવસાય સાથે જોડાયેલા, બેરોજગાર બની શકે તેમ છે.

દવાઓના વેચાણ દ્વારા સમાજમાં નશીલી દવાઓનું વેચાણ વધી શકે અને યુવાધન વેડફાઇ શકે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઇ શકે. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાન મંત્રી, જનઔષધ, દિન દયાળ વિગેરે મેડીકલ સ્ટોર ખુલ્લા મુકવામાં આવેલ છે ત્યારે કયારેય અમારી માતૃસંસ્થાએ વિરોધ પ્રદર્શીત કરેલ નથી.

તેમજ દવાઓના ભાવ વધારો - ઘટાડો કરવાની નીતિ કેન્દ્ર સરકારની નેશનલ ફાર્મ પ્રાઇઝ ઓથોરીટી દ્વારા નકકી કરવામાં આવે છે. દવાઓ સસ્તી થાય તેવો પ્રજાલક્ષી અભિગમમાં સમગ્ર કેમિસ્ટોનો સાથ હોય જ, છતાં દવા બજાર કારણ વગર બદનામ થાય છે. તેમજ ગેરકાયદેસર ઓનલાઇન દવાના વેચાણથી હાલના કેમિસ્ટોના દવાનો વ્યવસાય બંધ થશે, તે માટે , ગુજરાત ફેડરેશને વારંવાર સરકારને રજૂઆત કરેલ છે ન છૂટકે તા. ર૮-૯-ર૦૧૮ શુક્રવારનું દેશવ્યાપી બંધ આપેલ છે. ભાવનગર જિલ્લાના કેમિસ્ટો સદંતર બંધ પાળશે અને રેલી દ્વારા કલેકટરશ્રીને આવેદનપત્ર આપશે. દર્દીને તકલીફ ન પડે તે માટે સંસ્થા દ્વારા ઇમરજન્સી દવાઓ માટે વ્યવસ્થા કરેલ છે.

ધોરાજી

ધોરાજી :.. શુક્રવારે સમગ્ર ભારતના મેડીકલ સ્ટોર બંધ પાડશે તેને પણ ધોરાજી મેડીકલ સ્ટોર ઓન લાઇન દવાના વેપારનાં વિરોધમાં શુક્રવારે બંધ રાખશે. ઇ-ફાર્મસીથી મેડીકલ સ્ટોર સાથે જોડાએતો લોકોની રોજગારી પરખતરો ઉભો થયાનું મેડીકલ સ્ટોર એસો. એ જણાવ્યું છે. ધોરાજી કેમીસ્ટ એન્ડ ડ્રગ્સીસ્ટ એસો. એ જણાવ્યું છે કે રાષ્ટ્રીય કક્ષાની માતૃ સંસ્થા એ. આઇ. ઓ. સી. ડી. અને ફેડરેશન દ્વારા લેવાયેલ નિર્ણયના અનુસંધાને ઓન લાઇન દવાબજારના વિરોધમાં ધોરાજીની તમામ મેડીકલ સ્ટોર તા. ર૮-૯-૧ર ને શુક્રવારે બંધ રહેશે. સરકારની ઓન લાઇન દવાઓના વેચાણમાં નીતિથી દેશના નાગરીકોને નસીલી અને રોજ લેવાની આદત  પડે તેવી દવાઓ છૂટથી મળશે. આથી દેશનું યુવાધન નસીલી દવાઓના રવાડે ચડી શકે છે. અને મોતના મુખમાં ધકેલાય જાય તેમજ વિવીધ રોગોમાં માટે અપાતી વેકશેની, ડાયાબીટીસના દર્દીઓને અપાતા ઇન્સુલીન વગેરે જેવી અનેક દવાઓમાં તાપમાન જાળવુું અતી જરૂરી હોય તાપમાન જાળવ્યા વગર અપાતી દવાઓ બીન અસરકાર થતી હોય છે. તેથી ઇ-ફાર્મસી દ્વારા હોમ ડીલેવરી કરવામાં આવતી દવાઓ તાપમાન જળવાશે કેમ તે મોટો પ્રશ્ન છે. તેમજ ઇ-ફાર્મસીમાં કાઉન્સેલીંગ પણ શકય નથી તેમ ધોરાજી મેડીકલ એસો. દ્વારા જણાવેલ હતું. અને શહેરની ૬પ મેડીકલ સ્ટોર બંધ પાળશે અને ઇમરજન્સીમાં ર દુકાનો ખુલ્લી રાખવામાં આવશે. જેથી દર્દીઓને તકલીફ ન પડે. એમ મેડીકલ એસો. ની યાદીમાં જાણવા મળેલ હતું.(પ.૧ર)

(11:42 am IST)