Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

લોકોમાં ખુશીનો સંચાર થાય તે મારા સંગીતનો હેતુ છે-સંગીતકાર શ્રી વિશ્વમોહન ભટ્ટ

સ્પીકમેકે અંતર્ગત લોકભારતી સણોસરા ખાતે સંગીત કાર્યક્રમ

ઇશ્વરીયા તા.૨૬: સ્પીકમેકે અંતર્ગત લોકભારતી સણોસરા ખાતે યોજાયેલ શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ આપતા સુખ્યાત સંગીતકાર વિશ્વમોહન ભટ્ટે કહયું કે, લોકોમાં ખુશીનો સંચાર થાય તે મારા સંગીતનો હેતુ છે.

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે સોમવારે રાત્રે સુખ્યાત સંગીતકાર શ્રી વિશ્વમોહન ભટ્ટે શાસ્ત્રીય સંગીતમાં વિદ્યાર્થીઓ તથા સંગીત રસીકોને ઝુમાવ્યા હતા. તેમણે વિવિધ રાગની સમજ સાથે પ્રસ્તુતિ કરી હતી. તેમની સાથે તબલા સંગતમાં શ્રી હિમાંશુભાઇ ભગત રહયા હતાં.

શ્રી વિશ્વમોહન ભટ્ટે પ્રશ્નોતરી તથા તેમની વાત દરમિયાન કહયું કે દરેક વ્યકિતને કશુંક લક્ષ હોય છે, જે સિદ્ધ કરવા મથતા હોય છે. પોતે ભારતીય સંગીતને નવા સ્વરૂપ સાથે એટલે પુર્વ અને પશ્ચિમના સંગીતના સમન્વય સાધી મોહન વિણા શોધન કર્યુ. તેઓ શ્રીએ કહયું કે લોકોમાં ખુશીનો સંચાર થાય તે મારા સંગીતો હેતુ છે. સંગીતથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે.

સ્પીકમેકે અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમના સંચાલનમાં શ્રી વિશાલભાઇ જોષી રહયા હતા. પ્રારંભે શ્રી હસમુખભાઇ દેવમુરારીએ સંગીતકારનો પરીચય આપ્યો હતો. અહિં સંસ્થાના વડા શ્રી અરૂણભાઇ દવેએ સંગીતકારોને ચરખાની કૃતિ ભેટ આપી હતી.

સ્પીકમેકેના કાર્યકતા શ્રી ઉદયભાઇ ભટ્ટે શરૂઆતમાં કહયું કે સ્પીકમેકે એ કોઇ સંસ્થા જ નથી પરંતુ આ માટેની ચળવળ છે.(૧.૩)

(9:51 am IST)